રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા24 ઑગસ્ટ, 2025| Super Admin

દિયોદરમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવકે ઉંદર મારવાની દવા ગટગટાવી

દિયોદરમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવકે ઉંદર મારવાની દવા ગટગટાવી
વ્યાજખોરોને કોના આશિર્વાદ? નવીન પીઆઇ વ્યાજખોરોના અભેદ કિલ્લાને તોડી શકશે ખરા...? દિયોદરમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી જઈ એક યુવકે ઉંદર મારવાની ઝેરી દવા પી લેતા બેફામ બનેલ વ્યાજખોર ગામના ઈસમ સામે દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. દિયોદરની પૂર્ણિમા સોસાયટીમાં રહેતા બિલાલ મેમણ નામના યુવકને ચાર વર્ષ અગાઉ પૈસાની જરૂર હોઈ એજ સોસાયટીમાં રહેતા વ્યાજખોર આરીફ મેમણ પાસેથી દસ ટકા વ્યાજે ત્રણ લાખ રૂપિયા લીધા હતા. જેમાં ફરિયાદીએ દસ ટકા પ્રમાણે બે વર્ષ સુધી વ્યાજ ચૂકવ્યું હતું. જેમાં મૂડીના રૂપિયા માટે આરોપી પાસે ફરિયાદીએ વિશી ચાલુ કરાવી હતી. જેમાં આરોપીએ બે લાખ રૂપિયા પણ મજેરે લીધા હતા અને અન્ય પાંચ લાખ રૂપિયા પણ પડાવી લીધા હતા. જેમાં ફરિયાદી પાસે વારંવાર પૈસાની માગણી કરી ધાક ધમકી આપતા ફરિયાદી બિલાલ મેમણે આરોપીના ત્રાસથી કંટાળી જઈ ઉંદર મારવાની દવા પીધી હતી .જેમાં બેભાન થયેલ યુવકને સારવાર માટે પાટણ ખસેડવામાં આવેલ. જે અંગે ફરિયાદીએ દિયોદર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે આરોપી આરીફ મેમણ સામે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

સંબંધિત સમાચાર