રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
બનાસકાંઠા11 ડિસેમ્બર, 2025| Super Admin

ડીસાના વાડીરોડ ટેકરામાં જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા

ડીસાના વાડીરોડ ટેકરામાં જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા
પોલીસે કુલ રૂ.૧૦,૮૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો ડીસા રૂરલ પોલીસ સ્ટેશન દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસ ઇન્સ્પેક્ટર એન.કે. વિંઝુડાને મળેલી ખાનગી બાતમીના આધારે, ડીસાના વાડીરોડ ટેકરા વિસ્તારમાં આવેલા બાવળોની ઝાડીમાં જુગાર રમી રહેલા ત્રણ ઇસમોને રોકડ રકમ અને ગંજીપાના સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. ​પોલીસ કોન્સ્ટેબલ રમેશકુમાર રાણાભાઇ (બ.નં. ૬૮૦) અને અ.હે.કો. લાલજીભાઈ શામળાજી (બ.નં. ૧૭૨૬) સહિતના સ્ટાફે ખાનગી વાહનમાં ઘટના સ્થળે પહોંચી, બે રાહદારી પંચોને સાથે રાખી રેડ કરી હતી. પોલીસે દરોડો પાડતા જુગાર રમી રહેલા ઇસમોએ નાસવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે કોર્ડન કરીને ત્રણેયને પકડી પાડ્યા હતા​.રેડ દરમિયાન પકડાયેલા ત્રણેય ઇસમોની અંગ ઝડતી અને જુગારના પટ પરથી કુલ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો,પોલીસે  રોકડ રકમ રૂ. ૧૦,૮૦૦/-કબ્જે કર્યા છે ​તેમજ ​સમગ્ર રેડ દરમિયાન પોલીસે કાયદેસરનું પંચનામું કરી, તમામ મુદ્દામાલ કબજે લીધો હતો. પકડાયેલા ત્રણેય આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારાની કલમ-૧૨ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને તેમની અટકાયત કરવામાં આવી છે. ઝડપાયેલ આરોપી સુજાજી કરણાજી માજીરાણા ભરતભાઈ ભુપતજી દરબાર ખોડીદાસ કલ્યાણભાઈ નટ    

સંબંધિત સમાચાર