રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ24 એપ્રિલ, 2026| Super Admin

પાટણમાં ચાંદીના બાકી રૂપિયાની ઉઘરાણી મામલે સોની વેપારી પર ત્રણ શખ્સોનો હુમલો

પાટણમાં ચાંદીના બાકી રૂપિયાની ઉઘરાણી મામલે સોની વેપારી પર ત્રણ શખ્સોનો હુમલો

વેપારીને ઢોર માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી

પાટણ શહેરમાં ચાંદીના બાકી રૂપિયાની ઉઘરાણી મામલે એક સોની વેપારી પર ત્રણ શખ્સોએ હુમલો કર્યો હતો. આ ઘટનામાં વેપારીને માથાના ભાગે ઈજા પહોંચી હતી. આ અંગે પાટણ સીટી બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધવામાં વેપારીએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.સોની વેપારીએ નોધાવેલ ફરિયાદ મુજબ, પાટણના જલારામ ફ્લેટમાં રહેતા મયુરભાઈ ગંગારામદાસ સોનીએ વર્ષ ૨૦૨૨ માં નીલેશભાઈ ગીરીશભાઈ સોની પાસેથી ૩ કિલ ૫૧૭ ગ્રામ ચાંદી જાગડ પર લીધી હતી.આ ચાંદીના હિસાબ પેટે રૂ. ૨.૪૦ લાખ ચૂકવવાના બાકી હતા.

ગત તારીખ ૧૮ એપ્રિલ, ૨૦૨૬ નારોજ રાત્રિના ૧૨.૧૫ વાગ્યાના અરસામાં નીલેશભાઈ સોની, ધાર્મિક રજનીકાંત સોની અને ધાર્મિક ભુપેન્દ્રભાઈ સોની ફરિયાદીના ઘર નીચે આવ્યા હતા. તેમણે ફોન કરીને મયુરભાઈને નીચે બોલાવ્યા અને બાકી રકમની માંગણી કરી હતી.મયુરભાઈએ હાલમાં પૈસા ન હોવાનું અને સગવડ થયે ચૂકવી દેવાનું જણાવતા નીલેશભાઈ સોની ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળા ગાળી કરવા લાગ્યા હતા.વેપારીએ જાહેરમાં હોબાળો ન કરવા અને શાંતિથી વાત કરવાનું કહેતા મામલો વધુ બિચક્યો હતો. આરોપીઓએ મયુરભાઈ સાથે ઝપાઝપી કરી હતી, જેમાં તેમને માથાના ભાગે ઈજા થતા લોહી નીકળવા લાગ્યું હતું.આ સમયે મયુરભાઈની પત્ની અને દીકરીઓ વચ્ચે પડતા તેમને વધુ માર ખાતા બચાવ્યા હતા. અન્ય બે શખ્સોએ પણ વેપારીને ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પાટણ પોલીસે ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૧૫(૨),૩૫૧(૩), ૩૫૨ અને ૫૪ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર