રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
રાષ્ટ્રીય23 ડિસેમ્બર, 2024| Super Admin

પોલીસ ચોકી પર ગ્રેનેડ બોમ્બ ફેંકનારા ત્રણ ખાલિસ્તાની આતંકવાદીઓ પોલીસ દ્વારા એન્કાઉન્ટરમાં ઠાર

પોલીસ ચોકી પર ગ્રેનેડ બોમ્બ ફેંકનારા ત્રણ ખાલિસ્તાની આતંકવાદીઓ પોલીસ દ્વારા એન્કાઉન્ટરમાં ઠાર

પંજાબના ગુરદાસપુરમાં પોલીસ ચોકી પર ગ્રેનેડ બોમ્બ ફેંકનારા ત્રણ ખાલિસ્તાની આતંકવાદીઓ પોલીસ દ્વારા એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે. ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા બાદ ઉત્તર પ્રદેશ પોલીસ અને પંજાબ પોલીસની સંયુક્ત ટીમે તેમની પાસેથી બે એકે 47 રાઈફલ અને બે ગ્લોક પિસ્તોલ જપ્ત કરી છે. આ એન્કાઉન્ટર પીલીભીતના પુરનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયું હતું. અથડામણમાં ત્રણેય આતંકવાદીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેના કારણે તેમનું મોત થયું હતું. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનામાં બે પોલીસકર્મી પણ ઘાયલ થયા છે. બંનેની સારવાર ચાલી રહી છે અને બંને ખતરાની બહાર છે. એન્કાઉન્ટર બાદ આતંકીઓ પાસેથી બે એકે 47 રાઈફલ, બે ગ્લોક પિસ્તોલ અને મોટી માત્રામાં કારતુસ મળી આવ્યા હતા. ઘટના બાદ ત્રણેયને પુરણપુર આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. ત્યાં સુધી આતંકીઓ માર્યા ન હતા. જોકે, આરોગ્ય કેન્દ્રમાં આતંકવાદીઓના મોતની પુષ્ટિ કરવામાં આવી હતી.

સંબંધિત સમાચાર