રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા17 ઑગસ્ટ, 2025| Super Admin

સુઈગામ ખાતે ત્રણ દિવસીય બી.એસ.એફ બૂટ કેમ્પનું સફળ આયોજન

સુઈગામ ખાતે ત્રણ દિવસીય બી.એસ.એફ બૂટ કેમ્પનું સફળ આયોજન
પાલનપુરના જી.ડી.મોદી આર્ટ્સ કોલેજના વિદ્યાર્થીઓએ બી.એસ.એફ જવાનોના શૌર્ય અને સંઘર્ષનો પ્રત્યક્ષ અનુભવ કર્યો પાલનપુરના જી.ડી. મોદી આર્ટ્સ કોલેજના વિદ્યાર્થીઓએ ત્રણ દિવસીય બી.એસ.એફ બૂટ કેમ્પના ૧૫માં સંસ્કરણ અંતર્ગત સુઈગામ ખાતે કેમ્પમાં ભાગ લીધો હતો. આ કેમ્પ દરમિયાન વિદ્યાર્થીઓએ શારીરિક તાલીમ, યોગ, નિઃશસ્ત્ર કોમ્બેટ, જીવન રક્ષક તકનીકો, રૂટ માર્ચ, અવરોધ પાર કરવી, અંતરનું મૂલ્યાંકન જેવી વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. આ ઉપરાંત, બીએસએફ દ્વારા ઉપયોગમાં લેવાતા સપોર્ટ હથિયારો અને જીવન રક્ષક તકનીકોનું પ્રદર્શન પણ વિદ્યાર્થીઓ માટે જ્ઞાનવર્ધક સાબિત થયું હતું. વિદ્યાર્થીઓએ નડાબેટનું ઐતિહાસિક મહત્ત્વ તથા ૧૯૭૧ના ભારત-પાક યુદ્ધ દરમિયાન બી.એસ.એફ.ની અગત્યની ભૂમિકા અંગે પણ જાણકારી મેળવી હતી. બોર્ડર આઉટપોસ્ટ (સીમા ચોકી) ની મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ રણ ઓફ કચ્છ જેવા મુશ્કેલ વિસ્તારોમાં તૈનાત બી.એસ.એફ જવાનોની પડકારજનક સેવા તથા સંઘર્ષનો પ્રત્યક્ષ અનુભવ કર્યો હતો. આ બૂટ કેમ્પનો હેતુ યુવાનો માટે ભારતના સીમા રક્ષકોના જીવન અને સેવાની નજીકથી ઓળખાણ કરાવી તેમને સશક્ત અને પ્રેરિત કરવાનો હતો. આ કેમ્પ ગુજરાત પર્યટન વિભાગના સહયોગથી તથા ભારત સરકારના વાઇબ્રન્ટ વિલેજ કાર્યક્રમ અંતર્ગત યોજાયો હતો.

સંબંધિત સમાચાર