રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા14 નવેમ્બર, 2024| Super Admin

ભેમાળમાં ક્વોરી પર રિવોલ્વર બતાવી સંચાલકને જાનથી મારી નાખવાની ધમકી

ભેમાળમાં ક્વોરી પર રિવોલ્વર બતાવી સંચાલકને જાનથી મારી નાખવાની ધમકી

સીસીટીવી તોડી ઓફિસને નુકસાન કરનાર ત્રણ ઈસમો સામે ફરિયાદ બનાસકાંઠા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની કથળતી જતી પરિસ્થિતિ ની પ્રતીતિ કરાવતા બનાવમાં નજીવી તકરારમાં દાંતા તાલુકાના ભેમાળ માં ક્વોરી પર જઈ રિવોલ્વર બતાવી સીસીટીવી તોડી ઓફિસને નુકસાન કરી ક્વોરી માલિકને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરિયાદ દાંતા પોલીસ સ્ટેશને નોંધાઇ છે. બનાસકાંઠા જિલ્લામાં અસામાજિક તત્વોને જાણે પોલીસનો ખોફ જ ન હોય તેમ માથું ઊંચકી રહ્યા છે. રિવોલ્વર બતાવવી કે હથિયારો વડે હુમલો કરવાની ઘટનાઓ સામાન્ય બનતી જાય છે. આવો જ એક બનાવ દાંતા તાલુકાના ભેમાળ ગામમાં બન્યો હોવાની ફરિયાદ નોંધાઇ છે. જેમાં પાલનપુર તાલુકાના જગાણા ગામના વતની અને હાલમાં પાલનપુરના ડીસા હાઇવે અક્ષતમ-4 સોસાયટીમાં રહેતા દિનેશભાઇ જાલમભાઈ ચૌધરી દાંતા તાલુકાના ભેમાળ ગામમાં ઉષા ક્વોરી વર્કસ ચલાવે છે. જેઓને જમીનની તકરાર ચાલતી હોઈ તેનું મનદુઃખ રાખી તેઓના ભત્રીજા સંજય અશ્વિનભાઈ ચૌધરીએ તેઓને ફોન કર્યો હતો. 

જોકે, કાકાએ પાલનપુર આવીને વાત કરીએ તેમ કહેતા ભત્રીજો સંજય અશ્વિન ચૌધરી તેના સાગરીતો જીલ દેસાઈ અને મિહીર ગઢવી સાથે સિયાઝ ગાડી અને એક નંબર પ્લેટ વગરની ગાડી લઈને ભેમાળ ખાતેની ક્વોરી પર પહોંચ્યો હતો. જોકે, ક્વોરી પર તેના કાકા ન મળતા તેઓએ સીસીટીવી તોડી લાઇસન્સવાળી રિવોલ્વર લઈ બહાર નિકળી હથિયાર લાઇસન્સના નિયમોનો ભંગ કરી ઓફિસના દરવાજાને લાતો મારી હાજ મેનેજરને કહેલ કે, તારા શેઠને પતાવી દેવો છે. તે કેટલા દિવસ ભાગશે તેને જાનથી મારી નાખવાની ધમકી આપી જતા રહ્યા હતા. આ અંગે દિનેશભાઇ જાલમભાઈ ચૌધરીની ફરિયાદના આધારે દાંતા પોલીસે (1)સંજય અશ્વિનભાઈ ચૌધરી રહે.શક્તિનગર સોસાયટી, બેચરપુરા, પાલનપુર (2) જીલ દેસાઈ અને (3)મિહિર ગઢવી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર