બેચરાજી તાલુકામાં આવેલા રણેલા ગામે ગઈકાલે (13 ઓક્ટોબર) શાળા અને હાઈસ્કૂલમાં ચોરીની ઘટના સામે આવી હતી. સમગ્ર ઘટનામાં સ્કૂલના આચાર્ય, શિક્ષકોએ પોલીસને જાણ કરતા મોઢેરા પોલીસ તપાસ માટે રણેલા ગામે દોડી આવી હતી.ચોરીની આ ઘટનામાં તસ્કરો એક શાળામાંથી 15,500 તો બીજી હાઇસ્કૂલમાંથી 26,200ના સામાનની ચોરી કરી રફુચક્કર થઈ ગયા હતા. સમગ્ર ચોરીની ઘટનામાં મોઢેરા પોલીસ મથકમાં ચોરી અંગે બે ફરિયાદ નોંધાઈ છે. કુલ 15,500 કિંમતના સામાનની ચોરી કરી બેચરાજી તાલુકાના રણેલા ગામે આવેલી રણેલા પગાર કેન્દ્ર પ્રાથમિક શાળામાં અજાણ્યા તસ્કરો શાળાના કાર્યાલયની બારીની લોખડની ગ્રીલ તોડી શાળામાં ઘૂસ્યા હતા. ત્યારબાદ તેઓએ શાળાની તિજોરીનું લોક તોડી બાળકોના રામ દુકાનના અંદાજે 1500 રોકડા, એક ડી.વી.આર જેની કિંમત રૂ 8000 તથા બે CCTV કેમેરા કિંમત 6000 મળી કુલ 15,500 કિંમતના સામાનની ચોરી કરી હતી. કુલ 26,200 કિંમતના સામાનની ચોરી કરી તો પ્રાથમિક શાળાની સામે ઉદેલા રોડ પર આવેલ શ્રી એમ એન પટેલ વિદ્યામંદિરમાં તસ્કરો ઓફિસના દરવાજાનું તાળું તોડી અંદર ઘૂસ્યા હતા.આ દરમિયાન તેઓ CCTV કેમેરા બે ડીવીઆર કિંમત 24000 મળી કુલ 26,200ના કિંમતના સામાનની ચોરી કરી રફુચક્કર થઈ ગયા હતા.
બેચરાજીના રણેલા ગામની શાળામાં ચોરી : કુલ 41,700 કિંમતનો સામાન ઉઠાવી ગયા

સંબંધિત સમાચાર
મહેસાણાકડીના દેઉસણા ગામે પોલીસની મોટી રેડ: બાવળની ઝાડીઓમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર્દાફાશ
1 દિવસ પહેલા
મહેસાણામહેસાણા-વિસનગર હાઈવે પર ડાલાની ટક્કરે એક્ટિવા સવાર વિદ્યાર્થિનીનું મોત
3 દિવસ પહેલા
મહેસાણાભાવનગર લઠ્ઠાકાંડ: મહેસાણામાં કોંગ્રેસના ધરણાં, ગૃહમંત્રીના રાજીનામાની માંગ
1 અઠવાડિયા પહેલા
મહેસાણાદેવું ચૂકવવાની ઘેલછામાં નકલી નોટોનો ખેલ: વિસનગરમાં કાવતરાનો પર્દાફાશ!
1 અઠવાડિયા પહેલા
