વર્ષોથી પાલનપુર એરોમા સર્કલ ની ટ્રાફિક સમસ્યા વાહન ચાલકો માટે માથાના દુખાવા સમાન બની ગઈ છે સાંજના સમયે ટ્રાફિક સમસ્યા ગંભીર રીતે સર્જાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે તંત્ર દ્વારા ટ્રાફિક સમસ્યા હાલ કરવા માટે અનેક પ્રયોગો કર્યા છતાં હજુ સુધી પાલનપુર એરોમા સર્કલ પર ટ્રાફિક સમસ્યા હલ કરવામાં તંત્ર સરેઆમ નિષ્ફળ પુરવાર થયું છે.- હોમ
- /Uncategorized
- /પાલનપુર એરોમાં સર્કલની ટ્રાફિક સમસ્યા વધુ વકરી તંત્રના નત નવા ગતકડાથી વાહન ચાલકો ત્રસ્ત
પાલનપુર એરોમાં સર્કલની ટ્રાફિક સમસ્યા વધુ વકરી તંત્રના નત નવા ગતકડાથી વાહન ચાલકો ત્રસ્ત

પાલનપુરના એરોમાં સર્કલ પરની ટ્રાફિક સમસ્યાને લઈને તંત્રના નિતનવા ગતકડાંથી સમસ્યા સુલઝવાને બદલે વધુ વકરી રહી છે. એરોમા સર્કલ ઉપર કલાકો સુધી ટ્રાફિકજામ થઇ રહ્યું છે. જેને લઇ અમદાવાદથી રાજસ્થાન તરફ જતાં તેમજ કંડલા પોર્ટ તરફ જતાં વાહન ચાલકો ટ્રાફિકમાં અટવાઇ રહ્યા છે. અમદાવાદ બ્રિજ પર ગઠામણ પાટીયા સુધી ભારે વાહનોનો જમાવડો જોવા મળતા અંડર પાસમાં વળ્યા હતા. પરંતુ ત્યાં પણ ટ્રાફિકજામ સર્જાઈ ગયો હતો. કલાકો સુધી ટ્રાફિકમાં વાહન ચાલકો ફસાતાં ભારે રોષ ફેલાયો હતો. કરોડોનું આંધણ કરવા છતાં પાલનપુરને ટ્રાફિક મુક્ત નગરી બનાવવામાં તંત્ર ઉણું ઉતર્યું છે.
પાલનપુરના એરોમા સર્કલ પર સર્કલ કાઢી નાખ્યા બાદ હાલમાં ડાબી બાજુ વળવા માટે વધારાની 7થી 10 મીટરની લેફટ સાઈડ વળવા લેન બનાવી દેવાઈ છે. પરંતુ વાહન ચાલકોને યોગ્ય જાણકારી ન હોવાથી મુશ્કેલી સર્જાઇ હતી અને ટ્રાફિકજામ ની સ્થિતિ જોવા મળી હતી. હજુ દિશા સૂચક બેનર, જીબ્રા ક્રોસિંગ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી નથી. સર્કલ પરથી પસાર થતાં વાહનોની મોટી કતાર જામી હતી. આબુથી અમદાવાદ તરફ જતા તેમજ અમદાવાદથી આબુ અને ડીસા તરફ જતા માર્ગ પર વાહનોની મોટી લાઈન લાગતા ટ્રાફિક સમસ્યા સર્જાઈ હતી. વાહન ચાલકોએ કલાકો સુધી ટ્રાફિકમાં ફસાવવાનો વારો આવ્યો હતો.
વર્ષોથી પાલનપુર એરોમા સર્કલ ની ટ્રાફિક સમસ્યા વાહન ચાલકો માટે માથાના દુખાવા સમાન બની ગઈ છે સાંજના સમયે ટ્રાફિક સમસ્યા ગંભીર રીતે સર્જાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે તંત્ર દ્વારા ટ્રાફિક સમસ્યા હાલ કરવા માટે અનેક પ્રયોગો કર્યા છતાં હજુ સુધી પાલનપુર એરોમા સર્કલ પર ટ્રાફિક સમસ્યા હલ કરવામાં તંત્ર સરેઆમ નિષ્ફળ પુરવાર થયું છે.
વર્ષોથી પાલનપુર એરોમા સર્કલ ની ટ્રાફિક સમસ્યા વાહન ચાલકો માટે માથાના દુખાવા સમાન બની ગઈ છે સાંજના સમયે ટ્રાફિક સમસ્યા ગંભીર રીતે સર્જાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે તંત્ર દ્વારા ટ્રાફિક સમસ્યા હાલ કરવા માટે અનેક પ્રયોગો કર્યા છતાં હજુ સુધી પાલનપુર એરોમા સર્કલ પર ટ્રાફિક સમસ્યા હલ કરવામાં તંત્ર સરેઆમ નિષ્ફળ પુરવાર થયું છે.સંબંધિત સમાચાર
Uncategorized
ભારત અને ઇઝરાયલ આતંકવાદ સામે એક થયા, મજબૂત સંબંધોનું વચન આપ્યું: શ્રી પિયુષ ગોયલે ઇન્ડિયા ઇઝરાયલ બિઝનેસ ફોરમ ખાતે જણાવ્યું
1 વર્ષ પહેલા
Uncategorized
તેલંગાણા સરકારે બીયર એક્સાઈઝ ડ્યુટીમાં 15 ટકાનો વધારો કર્યો
1 વર્ષ પહેલા
Uncategorized
મધ્યપ્રદેશના જબલપુરમાં પ્રયાગરાજ મહાકુંભથી આંધ્રપ્રદેશ પરત ફરી રહેલા 7 શ્રદ્ધાળુઓ એક મિની બસ અને ટ્રક વચ્ચેની અથડામણમાં મૃત્યુ પામ્યા
1 વર્ષ પહેલા
Uncategorized
ડૉ. મનસુખ માંડવિયા સાયકલ ઉત્પાદકોને મળ્યા; સાયકલિંગને પ્રેરિત કરવા પ્રોત્સાહનો આપવા તેમને અનુરોધ કર્યો
1 વર્ષ પહેલા
