રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા10 જુલાઈ, 2026| Super Admin

ડીસા હોસ્પિટલ વિવાદ: ભોંયરામાં ગેરકાયદે ICU મામલે હાઈકોર્ટનું કડક વલણ

ડીસા હોસ્પિટલ વિવાદ: ભોંયરામાં ગેરકાયદે ICU મામલે હાઈકોર્ટનું કડક વલણ

 ડીસા શહેરમાં ભોંયરામાં ફાયર સેફ્ટીના નિયમોનું પાલન કર્યા વિના ચાલી રહેલા આઇસીયુ મામલે ગુજરાત હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. જસ્ટિસ નિખિલ એસ. કારીયલે સુનાવણી દરમિયાન સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, દર્દીઓના જીવ જોખમમા મુકાતા હોવાથી બિલ્ડિંગ સીલ કરવાની નગરપાલિકાની કાર્યવાહી ૧૦૦ ટકા યોગ્ય અને વ્યાજબી ગણાવી મકાન માલિકની અરજી ફગાવી દીધી હતી.

 ડીસાના ડોક્ટર હાઉસ વિસ્તારમાં એક કોમ્પ્લેક્ષના ભોંયરામાં ‘ ICU’ કાર્યરત છે . હોસ્પિટલનું ફાયર સેફ્ટી સર્ટિફિકેટ ૧૪ જુલાઈ, ૨૦૨૫ના રોજ સમાપ્ત થઈ ગયું હોવા છતાં લગભગ એક વર્ષ સુધી તેનું નવીનીકરણ કરવામાં આવ્યું ન હતું. ત્યારબાદ ૫ જુલાઈ, ૨૦૨૬ના રોજ નવીનીકરણ માટે અરજી કરવામાં આવી હતી. કલેક્ટરના આદેશ બાદ ડીસા નગરપાલિકાએ મિલકત સીલ કરવાની નોટિસ આપતા મકાન માલિકે દર્દીઓ દાખલ હોવાનું કારણ દર્શાવી હાઈકોર્ટમાં રાહત માગી હતી. સુનાવણી દરમિયાન કોર્ટે ફાયર સેફ્ટી વિના ભોંયરામાં ICU ચલાવવું અત્યંત જોખમી હોવાનું નોંધ્યું હતું. દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડી શકાય તેમ હોવાથી ફાયર સેફ્ટી વિના કામગીરી ચાલુ રાખવાની મંજૂરી આપી શકાય નહીં, તેમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું.

જ્યારે કોર્ટે ડીસા નગરપાલિકાની કામગીરી પર પણ ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. ફાયર NOC પૂર્ણ થયા બાદ આખું વર્ષ સુધી કોઈ કાર્યવાહી કેમ ન થઈ તે અંગે નગરપાલિકાની ઝાટકણી કાઢતાં કોર્ટે કહ્યું હતું કે આવી બેદરકારી સ્વીકાર્ય નથી. પાલિકા દ્વારા સીલ કરવાની કાર્યવાહી કાયદેસર હોઈ પોતાની મિલકતમાં ગેરકાયદેસર પ્રવૃત્તિને આશ્રય આપનાર મકાન માલિક રાહત મેળવવાનો અધિકાર ગુમાવે છે તેમ  જણાવી કોર્ટે અરજી ફગાવી સ્પષ્ટ કર્યું કે આ મામલે કોઈપણ પ્રકારની રાહત આપવામાં આવશે નહીં.હાઈકોર્ટના આ નિર્ણયથી ગેરકાયદેસર બાંધકામો, ફાયર સેફ્ટીના ઉલ્લંઘન અને લોકોના જીવ સાથે ચેડાં કરતી પ્રવૃત્તિઓ કરતા તત્વો માં ફફડાટ ફેલાયો છે.

ટેગ્સ:#Banaskantha#Deesa

સંબંધિત સમાચાર