વડગામ તાલુકાના યુવાન પાસે ત્રણ લાખની રકમ લઈ લગ્ન કરી અમદાવાદ ની લૂંટેરી દુલ્હન ફરાર

મામવાડાના દલાલે અમદાવાદની યુવતી સાથે ત્રણ લાખમાં લગ્ન કરાવ્યા : દુલ્હન સહિતનો પરિવાર ફરાર, વડગામ તાલુકાના એક ગામના યુવક સાથે અમદાવાદની યુવતી એ દલાલ મારફત લગ્ન કરી ટૂંકા ગાળામાં સાસરેથી ફરાર થઇ જતા પીડિત યુવકે વડગામ પોલીસ મથકે દુલ્હન તેમજ તેના માતા - પિતા અને દલાલ વિરુદ્ધ છેતરપિંડી ની ફરિયાદ નોંધાવી હતી.
વડગામ તાલુકાના એક ગામના યુવકના લગ્ન ન થતા યુવકે મામવાડા ના દલાલ પ્રવીણસિંહ પ્રતાપજી રાજપૂતનો સંપર્ક કરતા તેને અમદાવાદ ના નરોડામાં રહેતી કિંજલ સાથે ત્રણ માસ પૂર્વે રૂ.ત્રણ લાખ આપવા ની શરતે અમદાવાદ ની બ્રહ્માણી મેરેજ બ્યુરોમાં હિન્દૂ શાસ્ત્રો થી લગ્ન કરાવ્યા હતા.લગ્ન કરી યુવક જીવનસાથી સાથે ઘરે આવ્યો હતો. ત્યાર બાદ પત્ની પિયર ગઈ હતી.બાદ ફરી સાસરે આવી હતી. થોડા દિવસ બાદ સાસુ નો ફોન આવેલ અને કહેલ કે અમારા સંબંધી બીમાર છે. જેથી કિંજલ ને મોકલો જેથી પતિ એ કિંજલ ને અમદાવાદ મોકલી હતી જોકે સમય જતાં પત્ની પરત ન આવતા પતિ એ સાસુ - સસરા સહિત પત્ની ને ફોન કરતા ફોનની સ્વીચ બંધ આવતા અમદાવાદ ગયો હતો. જોકે અમદાવાદ માં રહેતા સાસરિયાઓ ના મકાન ને તાળું મારેલ હતું. જેથી યુવક સાથે છેતરપીંડી થયા નું માલુમ પડતા યુવકે લૂંટરી દુલ્હન સાસુ, સસરા તેમજ દલાલ વિરુદ્ધ વડગામ પોલીસ મથકે મંગળવારે ફરિયાદ નોંધાવી હતી.
કોની કોની સામે ફરિયાદ નોંધાઇ
(૧) પ્રવીણસિંહ પ્રતાપજી રાજપૂત રહે.મામવાડા તા. સિદ્ધપુર જી.પાટણ
(૨) કિંજલબેન મહેન્દ્રભાઈ પટેલ રહે.નરોડા તા.અમદાવાદ
(૩) મહેન્દ્રભાઈ કાલિદાસ પટેલ રહે.નરોડા
(૪) સારીકાબેન મહેન્દ્રભાઈ પટેલ રહે.નરોડા
સંબંધિત સમાચાર
બનાસકાંઠાપાલનપુર-ડીસા હાઇવે પર અમૂલના આઈશર ટ્રકમાં આગ: અફરાતફરી મચી
1 દિવસ પહેલા
બનાસકાંઠાબનાસ જનરલ હોસ્પિટલમાં પગાર મુદ્દે વર્ગ-4 કર્મચારીઓની હડતાલ
1 દિવસ પહેલા
બનાસકાંઠાકાંકરેજ ખરીદ-વેચાણ સંઘની ચૂંટણી: ૫ સપ્ટેમ્બરે મતદાન, ભાજપના મેન્ડેટ પર નજર
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસાના જાવલ ગામની પ્રાથમિક શાળાના જર્જરિત ઓરડા મુદ્દે ઉચ્ચ કક્ષાએ રજૂઆત: નવા બ્લોક મંજૂર કરવા માંગ
1 દિવસ પહેલા
