રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
વાવ-થરાદ14 એપ્રિલ, 2026| Super Admin

થરાદ નગરપાલિકાના વોર્ડ નં-૩ માં ગંદકીનું સામ્રાજ્ય : રહીશોમાં ભારે રોષ

થરાદ નગરપાલિકાના વોર્ડ નં-૩ માં ગંદકીનું સામ્રાજ્ય : રહીશોમાં ભારે રોષ

થરાદ નગરપાલિકા વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર ૩ અને ૫ (સેડલાઈ વિસ્તાર) માં નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે. આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગટરના પાણી અને કચરાના ઢગલા રસ્તા પર જમા થયેલા જોવા મળે છે. જેના કારણે સ્થાનિક રહીશો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. એક વૃદ્ધા (માજી) પોતાનો આક્રોશ ઠાલવતા જણાવી રહ્યા છે કે, રસ્તા પર ફેલાયેલા ગંદા પાણી અને કચરાને કારણે વાહનચાલકો સતત સ્લિપ થઈ રહ્યા છે. માજીના જણાવ્યા અનુસાર, અહીં અગાઉ એક રિક્ષા ચાલક બાઈક સવાર અને બોલેરો ચાલક પણ અકસ્માતનો ભોગ બની ચૂક્યા છે. રસ્તા પર ગંદકી એટલી હદે વધી ગઈ છે કે ત્યાંથી પસાર થવું પણ મુશ્કેલ બની ગયું છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે નગરપાલિકાના સત્તાધીશોને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી નગરપાલિકાવાળા ક્યાં આવે છે તેવો પ્રશ્ન પૂછીને માજીએ તંત્રની કામગીરી સામે મોટા સવાલો ઉભા કર્યા છે ગંદકીના કારણે રોગચાળો ફાટી નીકળવાની પણ ભીતિ સેવાઈ રહી છે.

સેડલાઈ વિસ્તારના રહીશોની માંગ છે કે નગરપાલિકા દ્વારા સત્વરે આ ગંદકીનો નિકાલ કરવામાં આવે અને ગટરની વ્યવસ્થા સુધારવામાં આવે જેથી કરીને નિર્દોષ લોકો અકસ્માતનો ભોગ ન બને જો આગામી દિવસોમાં આ પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો સ્થાનિકો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

ટેગ્સ:#Tharad Municipality

સંબંધિત સમાચાર