રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા17 એપ્રિલ, 2026| Super Admin

રક્ષક જ બન્યો ભક્ષક ? ડીસામાં હોમગાર્ડ જવાન દારૂ સાથે રંગેહાથ પકડાયો

રક્ષક જ બન્યો ભક્ષક ? ડીસામાં હોમગાર્ડ જવાન દારૂ સાથે રંગેહાથ પકડાયો

ખાખી વર્દીના ખુલ્લેઆમ ધજાગરા ઉડ્યા

ડીસા તાલુકાના માલગઢ ગામની જોધપુરીયા ઢાંણી ખાતે રહેતાં મનસુખભાઈ મોહનભાઇ નાઈ પરિવાર સાથે રહી ગુજરાન ચલાવે છે. અને ડીસા શહેરમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવે છે. જેઓ રાત્રિના સમયે હોમગાર્ડ ડ્યુટીમાં ફરજ બજાવી રહ્યા હતા. તે દરમિયાન ડીસાના જાગૃત નાગરિકે ડીસાની નાયબ કલેકટર કચેરી આગળ રાત્રિના સમયે વોચ રાખી બાઇક (નં. GJ -08-BA -0136) સાથે બાઇકના હુકમાં થેલો લટકાવી તેમાં દારૂની બોટલો સાથે રંગેહાથ ઝડપી પાડ્યો હતો. જ્યારે હોમગાર્ડ જવાન ગલ્લા-તલ્લા કરવા લાગ્યો હતો. અરે એવું મત કરો મગજ ના બગાડો હેડો પોલીસ સ્ટેશન જાઉં તેમ કહી ફરાર થઇ ગયો હતો. ત્યારે ડીસા પોલીસ સ્ટેશનમાંથી આ દારૂ ક્યાંથી લાવ્યો કઇ જગ્યાએ લઇ જવાનો હતો ? તે ચર્ચાનો વિષય બન્યો છે. આ અંગે સોશિયલ મીડીયામાં વિડીયો વાયરલ થતાં ભારે ચકચાર મચી ગઇ છે. ત્યારે ડીસાના હોમગાર્ડ જવાનને તાત્કાલીક સસ્પેન્ડ કરે તેવી લોકોની માંગ ઉઠી છે.

સંબંધિત સમાચાર