રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
ઉત્તર ગુજરાત11 જુલાઈ, 2026| Super Admin

ભાભર શહેરમાં પૂનમ અને અમાસના દિવસે દુકાનો બંધ

ભાભર શહેરમાં પૂનમ અને અમાસના દિવસે દુકાનો બંધ

ભાભર શહેરમાં દર મહિને બે દિવસ દુકાનો બંધ રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. મહેતા એસોસિએશનની લાંબા સમયથી ચાલી આવતી માંગણી બાદ નગરપાલિકાએ આ નિર્ણય લીધો છે. આ બંધ દર પૂનમ અને અમાસના દિવસે રહેશે.મહેતા એસોસિએશન દ્વારા ગ્રામીણ અને શહેરી વિસ્તારમાંથી આવતા કર્મચારીઓ માટે દર રવિવારે રજા રાખવાની માંગણી ઘણા વર્ષોથી કરવામાં આવી રહી હતી. આ માંગણીને નગરપાલિકાના ગુમાસ્તા ધારાના નિયમ હેઠળ અમલમાં મૂકવા માટે પ્રયાસો ચાલુ હતા.આ અંગે ભાભર નગરપાલિકાના હોલ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. નગરપાલિકા પ્રમુખ અમૃતભાઈ માળીના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં વેપારીઓ અને મહેતા એસોસિએશનના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.બેઠક દરમિયાન, મહેતા એસોસિએશનની માંગણી સંતોષવા માટે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. નગરપાલિકાના સદસ્યો, વેપારી મિત્રો અને મહેતા એસોસિએશનના પ્રમુખ-ઉપપ્રમુખ સહિત સૌની ઉપસ્થિતિમાં સર્વસંમતિથી નિર્ણય લેવાયો કે ભાભર શહેર દર પૂનમ અને દર અમાસના દિવસે સંપૂર્ણપણે બંધ રહેશે.
આ નિર્ણયને વેપારી મિત્રો અને મહેતા એસોસિએશન દ્વારા આવકારવામાં આવ્યો છે, જે કર્મચારીઓ અને વેપારીઓ બંને માટે સંતુલન લાવવામાં મદદ કરશે.

સંબંધિત સમાચાર