પાટણના ટીબી ત્રણ રસ્તા માગૅ પર છેલ્લા ધણા સમયથી સફાઈ કામગીરીના અભાવના કારણે સજૉયેલ ગંદકીની સમસ્યા સાથે માગૅની સાઈડમાં એકત્ર થયેલા ધૂળના ઢગલાઓને કારણે માગૅ પરથી પસાર થતાં વાહન ચાલકો સહિત રાહદારીઓમાં અકસ્માતની સંભાવનાઓ જોવા મળી હતી. ત્યારે આ મામલે વિસ્તારના નગરસેવકને ધ્યાનમાં આ સમસ્યા આવતાં તેઓએ પાલિકાના સફાઈ કમૅચારીઓને ધટના સ્થળે બોલાવી માગૅની સફાઈ કામગીરી સાથે જેસીબી મશીનની મદદથી માગૅ સાઈડમાં પથરાયેલ ધૂળના ઢગલાઓને દુર કરી વિસ્તારને સ્વચ્છ બનાવતાં માગૅ પરથી પસાર થતાં રાહદારીઓ સહિત વાહન ચાલકોએ પાલિકાની કામગીરીને સરાહનીય લેખાવી હતી. આ સ્વચ્છતા કાર્યક્રમ સમયે નગરપાલિકાના ચિફ ઓફિસર પણ સ્થળ પર હાજર રહ્યા હતા.
પાલિકા દ્વારા ટીબી ત્રણ રસ્તા માગૅની સફાઈ કરાવી ધૂળના ઢગલા દુર કયૉ

ટેગ્સ:#patan
સંબંધિત સમાચાર
પાટણસિદ્ધપુરના પાનવાળાની દીકરી બની પાયલોટ: અડગ મન અને સખત મહેનતે આકાશને કર્યું સર !
1 દિવસ પહેલા
પાટણપાટણમાં ગટર લાઈનમાં છાશનો નિકાલ કરતા એકમો સામે પાલિકાની કડક કાર્યવાહી
2 દિવસ પહેલા
પાટણપાટણના સિદ્ધિ સરોવર સુધી નવી પાઈપલાઈન માટે રૂ. 895.53 લાખના ખર્ચે કામગીરીને મંજૂરી
5 દિવસ પહેલા
પાટણપાટણમાં કપાસનો નીચો ભાવ: રૂ. 1812 થી હરાજી શરૂ થતા ખેડૂતોમાં રોષ
5 દિવસ પહેલા
