રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા2 જાન્યુઆરી, 2026| Super Admin

ડીસામાં પારો ગગડીને 13.3 ડિગ્રીએ પહોંચ્યો : ઠંડી વધવાની હવામાન વિભાગની આગાહી

ડીસામાં પારો ગગડીને 13.3 ડિગ્રીએ પહોંચ્યો : ઠંડી વધવાની હવામાન વિભાગની આગાહી

તાજેતરમાં થયેલા કમોસમી વરસાદ (માવઠા) બાદ હવે હવામાનમાં મોટો પલટો આવ્યો છે. આકાશ ચોખ્ખું થતાં જ ઉત્તરના ઠંડા પવનો ફૂંકાવા લાગ્યા છે, જેના કારણે ડીસા સહિત સમગ્ર જિલ્લામાં લઘુત્તમ તાપમાનમાં મોટો ઘટાડો નોંધાયો છે. ડીસામાં ઠંડીનો પારો ગગડીને 13.3 ડિગ્રી પર સ્થિર થતાં જનજીવન ઠૂંઠવાયું છે. હવામાન વિભાગના આંકડા મુજબ, માવઠા પૂર્વે તાપમાન સામાન્ય હતું, પરંતુ વરસાદી માહોલ વિખેરાયા બાદ છેલ્લા બે જ દિવસમાં તાપમાનમાં 3 ડિગ્રી જેટલો ધરખમ ઘટાડો થયો છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટતા અને સૂકા ઠંડા પવનો જોર પકડતા રાત્રિના સમયે તેમજ વહેલી સવારે કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ​એકાએક વધેલી ઠંડીના કારણે ડીસાના માર્ગો પર વહેલી સવારે અને મોડી રાત્રે ચહલપહલ ઓછી જોવા મળે છે. લોકોએ ઠંડીથી બચવા માટે સ્વેટર, જેકેટ અને શાલ જેવા ગરમ વસ્ત્રોનો સહારો લીધો છે. ગ્રામીણ વિસ્તારોમાં ઠેર-ઠેર તાપણાં સળગતા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને ખેતીવાડી ક્ષેત્રે આ ઠંડી રવિ પાક (ઘઉં, બટાટા અને રાઈ) માટે ફાયદાકારક માનવામાં આવી રહી છે, પરંતુ માવઠાના કારણે થયેલા નુકસાન બાદ હવે કાતિલ ઠંડી પશુધન અને ખેતમજૂરો માટે પડકારરૂપ બની છે. ​હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 3 થી 4 દિવસ દરમિયાન ઉત્તર ભારતમાં હિમવર્ષાની અસરના ભાગરૂપે ગુજરાતમાં ઠંડા પવનોની ગતિ વધશે. જેના કારણે ​લઘુત્તમ તાપમાનમાં હજુ પણ 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. વહેલી સવારે ગાઢ ધુમ્મસ પડવાની પણ શક્યતા છે, જેના કારણે વાહનચાલકોને સાવચેત રહેવા સૂચના અપાઈ છે.માવઠા બાદ ભેજ ઓછો થતા પારો ગગડ્યો છે. જો પવનોની ગતિ આ જ રીતે રહેશે તો ડીસામાં ઠંડીનો પારો સિંગલ ડિજિટ (10 ડિગ્રીથી નીચે) તરફ પણ જઈ શકે છે.    

સંબંધિત સમાચાર