રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ19 મે, 2026| Super Admin

સિદ્ધપુર નગરપાલિકામાં સત્તાનું સુકાન સોંપાયું: પ્રમુખ પદે રણજિતસિંહ ઠાકોર અને ઉપપ્રમુખ પદે પ્રમોદભાઈ પટેલની વરણી

સિદ્ધપુર નગરપાલિકામાં સત્તાનું સુકાન સોંપાયું: પ્રમુખ પદે રણજિતસિંહ ઠાકોર અને ઉપપ્રમુખ પદે પ્રમોદભાઈ પટેલની વરણી

કારોબારી ચેરમેન તરીકે અંકુરભાઈ ત્રિવેદીની નિયુક્તિ

સિદ્ધપુર નગરપાલિકાના પ્રમુખ, ઉપ પ્રમુખ ચૂંટવાની પ્રક્રિયા નગરપાલિકાના હોલમાં ચૂંટણી અધિકારી જયભાઈ બારોટ અને સી.ઓ કૃપેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જેમાં ભારતીય જનતા પાર્ટી તરફથી નિકુલભાઇ પટેલ જિલ્લા મંત્રી અને દિલીપભાઈ જોષી સંગઠન મંત્રી બંધ કવરમાં પ્રમુખ અને ઉપ પ્રમુખના નામો રજૂકરવામાં આવ્યા હતા. જેમાં સિદ્ધપુર નગરપાલિકાના પ્રમુખ તરીકે ઓબીસી રોસ્ટર હોવાના કારણે અઢી વર્ષ માટે રણજિતસિહ અમરસિહ ઠાકોર અને ઉપપ્રમુખ તરીકે પ્રમોદભાઈ પટેલની વરણી કરાઈ હતી. 

સાથે કારોબારી ચેરમેન તરીકે અંકુરભાઈ અજીતભાઈ ત્રિવેદી, નિરંજનભાઈ પંચાલ પક્ષના નેતા તેમજ કશીસબેન ક્રિપલાનીને દંડક તરીકે નિમણૂક કરાતા કાર્યકર્તાઓ અને સ્નેહીજનોમાં હર્ષની લાગણી વ્યાપીગઈ હતી. ઉપરોક્ત નામોની જાહેરાત થતા ફટાકડા ફોડી ઉજવણી કરાઈ હતી. નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખની ચૂંટણીમાં નગરપાલિકાના 9 વોર્ડના તમામ 36 સભ્યો હાજર રહ્યા હતા. જેમાં 26 સભ્યો બીજેપીના તેમજ 6 સભ્યો કોંગ્રેસના અને 4 અપક્ષના સભ્યો હાજર રહ્યા હતા.

ટેગ્સ:#Siddhpur Municipality

સંબંધિત સમાચાર