નેનાવા નેશનલ હાઇવે ઉપર આવેલા ધાખા ગામ તરફ જતા માર્ગ પાસે જીપડાલા ચાલકે સામેથી બાઇક ચાલકને ટક્કર મારી હતી. જેમાં યુવકને ગંભીર ઇજાઓ થતાં તેનું ઘટના સ્થળે મોત થયું હતું. આ ઘટનાની જાણ ધાનેરા પોલીસને થતાં ઘટના સ્થળે દોડી આવી યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ધાનેરા સરકારી દવાખાને લઇ જવામાં આવ્યો હતો.પોલીસે અકસ્માતને લઈ તપાસ હાથ ધરી છે. આ ઘટનાને લઇ પરિવાર સાથે ભાંજણા ગામ અને સગા-સબંધીઓમાં ઘેરા શોકની લાગણી પ્રવર્તી હતી.અકસ્માતમાં મોતને ભેટેલા હિતેશ સુજાભાઈ ચૌધરી ચાર બહેન વચ્ચે એકનો એક ભાઈ હતો. પરિવારએ એકનો એક દીકરો ગુમાવતા માતા અને બહેનો પર આભ તૂટી પડ્યું છે. પહેલાં પિતાની છત્રછાયા ગુમાવી હવે માતાએ પુત્ર જ્યારે ચાર બહેનોએ પોતાના લાડકવાયા ભાઈને ગુમાવ્યો છે.
નેનાવા હાઇવે રોડ પર થયેલ અક્સમતમાં ચાર બહેનોના ભાઈનું કૃરૂણ મોત

સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસામાં બાવા સાહેબ દરગાહમાં કોમી એકતા, મુસ્લિમ બિરાદરોએ ૧૪૦ બોટલ રક્તદાન કર્યું
1 દિવસ પહેલા
બનાસકાંઠાઅંબાજીમાં ખાખી પર હુમલો: લુખ્ખાઓના આતંક વચ્ચે ૨ શખ્સોની ધરપકડ
1 દિવસ પહેલા
બનાસકાંઠાકાણોદર-વાસણા પાટીયા પાસે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત : એક યુવકનું મોત
2 દિવસ પહેલા
બનાસકાંઠાશિહોરી નજીક બે ટ્રેલર સામસામે અથડાયા, હાઇવે પર ટ્રાફિક ચક્કાજામ
2 દિવસ પહેલા
