રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા8 જૂન, 2025| Super Admin

યુપીમાં થયેલ આંગડિયા પેઢીના લૂંટના આરોપીઓ દાંતીવાડાના પાસવાળ ગામેથી ઝડપાયા

યુપીમાં થયેલ આંગડિયા પેઢીના લૂંટના આરોપીઓ દાંતીવાડાના પાસવાળ ગામેથી ઝડપાયા
અલ્હાબાદથી દિલ્લી જતી બસમાંથી ૧૦ લાખ રૂપિયાની લૂંટ કરી હતી યુપી પોલીસે પાંથાવાડા પોલીસને સાથે રાખી બે આરોપીઓને ઝડપી લીધા; ઉત્તર પ્રદેશના કોશામ્બી જીલ્લાના કોખરાજ પો.સ્ટે વિસ્તારમાથી થયેલ આંગડીયા લૂંટના આરોપીઓને સ્થાનિક પોલીસ યુ.પી.પોલીસની સાથે રહી દાંતીવાડા તાલુકાના પાંસવાળ ગામેથી ધરપકડ કરી યુ.પી.પોલીસને સોંપાયા છે. મળતી વિગતો અનુસાર તા.૧૫ મે ૨૦૨૫ના રોજ અલ્હાબાદથી દિલ્લી જતી બસમાંથી કોખરાજ પો.સ્ટે વિસ્તારમા આવેલ જયસ્વાલ હોટલ આગળથી રોકડ રકમ રૂ.૧૦,૦૦,૦૦૦/- ની બેગની લુંટ થયેલ હતી જે અંગે કોખરાજ પો.સ્ટે. ગુ.ર.નં.૦૨૦૬/૨૦૨૫ BNS કલમ ૬૨/૩૦૯(૪) મુજબનો ગુનો નોંધાયેલ હતો. જેના ગુનાના કામે સિધ્ધાર્થસિહ SOG કોશામ્બી (ઉતરપ્રદેશ) તેમના પોલીસ સ્ટાફના માણસો સાથે પાંથાવાડા પોલીસ સ્ટેશનમાં આવ્યા હતા અને ગુનાના કામે તપાસમાં જવા માટે મદદ માટે રીપોર્ટ આપતા પાંથાવાડા પોલીસ મથકના પીઆઈ એમ.બી.બારડ સાથે પોલીસ જવાનો પોલીસ મહેન્દ્રસિહ, અમરતભાઇ, નરસીહભાઇ , તેજસભાઇ, વિક્રમસિંહ ઉતરપ્રદેશ પોલીસ સાથે જઇ આરોપીઓની હ્યુમન સોર્સ તથા ટેકનીકલ સર્વેલન્સથી તપાસ કરી આરોપી નં.૧ પ્રવીણસિહ રામસિહ દેવડા તથા નં.૨ નિર્મળસિહ ઉદેસિહ દેવડા બંન્ને રહે.પાંસવાળ તા.દાંતીવાડાવાળાઓને પાંસવાળ ગામેથી પકડી આગળની કાયદેસરની કાર્યવાહી કરવા સારૂ બંને ને ઉતરપ્રદેશ પોલીસને સોંપવામાં આવ્યા હત .

સંબંધિત સમાચાર