રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
વાવ-થરાદ21 મે, 2026| Super Admin

થરા પોલીસની રેડ: તેરવાડા સીમમાં જુગારનો અડ્ડો ઝડપાયો

થરા પોલીસની રેડ: તેરવાડા સીમમાં જુગારનો અડ્ડો ઝડપાયો

પાંચ પકડાયેલ જુગારીયા સામે કાયદેસરની કાર્યવાહી

ઓગડ તાલુકાના થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થરા બસ સ્ટેશન આજુબાજુ,પાલિકા રોડ, જુના પોલીસ ક્વાટર આજુ બાજુ આવા અનેક સ્થળોએ વરલી જુગાર, દેશી પરપ્રાંતીય દારૂ, વરલીના અડ્ડાઓ આવેલા  હોવા છતાં બાહોશ પોલીસને દેખાતું નથી ત્યારે પોલીસે બાતમીના આધારે તેરવાડા ગામની સીમમાં ચાલતા જુગારના અડ્ડા પર દરોડો પાડ્યો હતો. આ દરોડામાં પાંચ ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા અને કુલ રૂ.16,190 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે તેમને બાતમી મળી હતી કે તેરવાડા ગામની સીમમાં ગંગારામ રમજી ઠાકોરના ઘર પાછળ લીમડાના ઝાડ નીચે કેટલાક લોકો પૈસાથી જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે પંચોને સાથે રાખી સ્થળ પર દરોડો પાડયો હતો.દરોડા દરમિયાન પોલીસે પાંચ ઈસમોને જુગાર રમતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં સોમાજી સોનાજી ઠાકોર, વિરભણજી ભુપતજી ઠાકોર, વિપુલજી ભાલાજી ઠાકોર, અરવિંદજી પુનાજી ઠાકોર અને દિલીપજી કેશાજી ઠાકોરનો સમાવેશ થાય છે. પોલીસે સ્થળ પરથી ગંજીપાના પત્તા અને ૧૬,૧૯૦ ની રોકડ રકમ જપ્ત કરી હતી. સમગ્ર કાર્યવાહી પંચોની હાજરીમાં કરવામાં આવી હતી. અને થરા પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ-૧૨ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

સંબંધિત સમાચાર