રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
વાવ-થરાદ13 મે, 2026| Super Admin

થરા પોલીસની લાલ આંખ: ₹1.65 લાખનો વિદેશી દારૂ અને બિયર ઝડપાયો

થરા પોલીસની લાલ આંખ: ₹1.65 લાખનો વિદેશી દારૂ અને બિયર ઝડપાયો

કાર અને મોબાઈલ સહિત કુલ ૬.૨૦ લાખનો મુદ્દામાલ જપ્ત, એક શખ્સની ધરપકડ

બનાસકાંઠા જિલ્લાના થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી દેશી-વિદેશી દારૂ, વરલી જુગાર, ઓનલાઇન સટ્ટા, ડુપ્લિકેટ ખાદ્ય તેલ-ઘીનું વેચાણ તેમજ રેત ખનન અને વૃક્ષ છેદન જેવી પ્રવૃત્તિઓ બેફામ બની હોવાની લોકચર્ચા વચ્ચે થરા પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે.ખાનગી બાતમીના આધારે થરા પોલીસે દિયોદર-થરા રોડ પર કેજી હોસ્પિટલ નજીક નાકાબંધી ગોઠવી હતી. દરમિયાન જીજે-૧-આરએમ-૯૩૦૯ નંબરની ગ્રે કલરની મારૂતિ એસ-ક્રોસ કારને રોકવાનો ઈશારો કરતા કાર ચાલકે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસે પીછો કરીને કારને ઝડપી પાડી હતી.કારની તપાસ દરમિયાન ઓફિસર ચોઇસ વિસ્કી, મેજિક મુવમેન્ટ વોડકા, વાઇટ બેશ વોડકા તેમજ કિંગફિશર બિયર સહિત કુલ ૨૯૭ નંગ વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. જપ્ત કરાયેલા દારૂ અને બિયરની કિંમત અંદાજે રૂ.૧,૬૫,૬૦૧ હોવાનું પોલીસે જણાવ્યું છે.આ ઉપરાંત પોલીસે દારૂ ભરેલી એસ-ક્રોસ કાર અને એક મોબાઈલ ફોન પણ કબજે કર્યો હતો. કુલ મળી રૂ.૬,૨૦,૬૦૬ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે એક શખ્સની અટકાયત કરી તેના વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર