રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા7 ઑગસ્ટ, 2026| Super Admin

અંબાજી પંથકમાં ભેદી રોગચાળાનો આતંક: બે સપ્તાહમાં સેંકડો ભૂંડોના મોત

અંબાજી પંથકમાં ભેદી રોગચાળાનો આતંક: બે સપ્તાહમાં સેંકડો ભૂંડોના મોત

ભાદરવી પૂનમ પહેલા લોકોમાં ચિંતા, આરોગ્ય વિભાગની કામગીરી સામે સવાલો

જગ વિખ્યાત યાત્રાધામ અંબાજીમાં છેલ્લા પંદર દિવસથી ભૂંડ જાતિના પશુઓમાં અજાણ્યા રોગચાળાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. અત્યાર સુધીમાં અંદાજે 300 થી 400 જેટલા ભૂંડોના મોત થતાં સ્થાનિકોમાં ભારે દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ આ રોગ માત્ર ભૂંડ જાતિના પશુઓમાં જ જોવા મળ્યો હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે.

અંબાજીના વિવિધ વિસ્તારો અને ખૂણે-ખાંચરે દરરોજ મૃત ભૂંડો મળી રહ્યા છે. ગ્રામ પંચાયતના આદેશ બાદ સફાઈ કર્મચારીઓ મૃત પશુઓને ઉપાડવાની પ્રસંસનીય કામગીરીમાં જોડાયા છે અને રોજ અનેક ટ્રેક્ટરોમાં મૃત ભૂંડોને સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે. ગ્રામ પંચાયત દ્વારા મૃત ભૂંડોના નમૂનાઓ અને વિસેરા તપાસ માટે મોકલવામાં આવ્યા છે. પંચાયતના જણાવ્યા મુજબ મૃત પશુઓને વૈજ્ઞાનિક પદ્ધતિથી ખાડા ખોદી દવાનો છંટકાવ કરીને દફનાવવામાં આવી રહ્યા છે. પ્રાથમિક સ્તરે મૃત ભૂંડોમાં આફ્રિકન સ્વાઈન ફ્લૂ હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, જોકે અધિકૃત તપાસ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.

35.jpg 109.42 KB
બીજી તરફ અંબાજીમાં તાજેતરના વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા ખાબોચિયા સર્જાતા મચ્છરો અને પાણીજન્ય જીવાતોનો ઉપદ્રવ વધ્યો છે. જેના કારણે સ્થાનિકોમાં અન્ય ચેપી રોગચાળાની પણ ભીતિ વ્યાપી છે. સ્થાનિકોએ આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક દવાનો છંટકાવ તેમજ ભરાયેલા પાણીનો નિકાલ કરવાની માંગ ઉઠાવી છે. સ્થાનિક રહેવાસી લોકેશે જણાવ્યું કે અત્યાર સુધીમાં 300 થી 400 જેટલા ભૂંડોના મોત થયા છે, જેના કારણે લોકોમાં ભારે ચિંતા ફેલાઈ છે. ગ્રામ પંચાયતના સેક્રેટરી સંજય જોષીએ જણાવ્યું કે ભરાયેલા ખાબોચિયાઓ દૂર કરવા અને દવાનો છંટકાવ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે તેમજ મૃત પશુઓના યોગ્ય નિકાલ માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો યોજાનાર છે, જેમાં લાખો પદયાત્રીઓ દર્શનાર્થે આવે છે. ત્યારે પશુઓમાં ફેલાયેલા આ રોગ અને પાણીજન્ય રોગચાળાને નિયંત્રણમાં રાખવા માટે આરોગ્ય વિભાગ અને તંત્ર દ્વારા સમયસર અસરકારક કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે.

સંબંધિત સમાચાર