રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા3 જૂન, 2026| Super Admin

શિહોરીમાં વ્યાજખોરોનો આતંક, કંટાળીને યુવકે આત્મહત્યાનો પ્રયાસ કરતા ખળભળાટ

શિહોરીમાં વ્યાજખોરોનો આતંક, કંટાળીને યુવકે આત્મહત્યાનો પ્રયાસ કરતા ખળભળાટ

કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ આંબલીવાસ વિસ્તારમાં રહેતા રમેશભાઈ રામશુંગભાઈ સિલ્વાએ વ્યાજખોરોના સતત ત્રાસ અને ધમકીઓથી કંટાળી ઝેરી દવા પી લેતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, રણાવાડા જાગીર ગામના રમેશભાઈ દેવરામભાઈ રાવલ અને પ્રહલાદભાઈ લખીરામભાઈ રાવલ તથા રાનેર ગામના ભાયરામભાઈ જેમલભાઈ દ્વારા અવારનવાર પૈસાની ઉઘરાણી કરવામાં આવતી હતી અને ધમકીઓ આપવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ત્રાસથી માનસિક રીતે પરેશાન થયેલા રમેશભાઈએ તા. 31 મે, 2026ના રોજ બપોરે ઉંદર મારવાની ઝેરી દવા પી લીધી હતી.ઘટનાની જાણ થતાં પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક શિહોરીની સદભાવના હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે ધારપુર હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા.

આ બનાવ અંગે રમેશભાઈ રામશુંગભાઈ સિલ્વાએ શિહોરી પોલીસ સ્ટેશનમાં રમેશભાઈ દેવરામભાઈ રાવલ, પ્રહલાદભાઈ લખીરામભાઈ રાવલ અને ભાયરામભાઈ જેમલભાઈ જોશી સામે જાણવા જોગ ફરિયાદ નોંધાવી છે. પોલીસ દ્વારા ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. શિહોરી પોલીસ સ્ટેશનના પીએસઆઈ ઠાકર સમગ્ર મામલે તપાસ ચલાવી રહ્યા છે. પોલીસે જણાવ્યું હતું કે તપાસ પૂર્ણ થયા બાદ હકીકતોના આધારે જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ટેગ્સ:#Shihori#Kankarej Taluka

સંબંધિત સમાચાર