રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા9 ઑગસ્ટ, 2025| Super Admin

ડીસામાં અસામાજિક તત્વોનો આતંક : હરિઓમ હાઈસ્કૂલ પાસે નાસ્તાની લારીમાં તોડફોડ

ડીસામાં અસામાજિક તત્વોનો આતંક : હરિઓમ હાઈસ્કૂલ પાસે નાસ્તાની લારીમાં તોડફોડ

ડીસાની હરિઓમ હાઈસ્કૂલ પાસે ગત રાત્રે ચાર જેટલા શખ્સોએ બ્રહ્માણી નાસ્તાની લારી પર તોડફોડ કરી અને દુકાન માલિકને માર માર્યો, જેના કારણે વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ચિરાગ મોદી અને વિકાસ બારોટ નામના બે શખ્સોએ નાસ્તાની લારી પર નાસ્તો માંગ્યો હતો. ત્યારબાદ અચાનક બોલાચાલી શરૂ થઈ હતી અને તેમણે વધુ બે અજાણ્યા શખ્સોને બોલાવી લારી પર હુમલો કર્યો. હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયારોથી લારીના કાચ તોડી નાખ્યા અને દુકાન માલિકને માર માર્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં આ શખ્સો પોલીસને પડકાર ફેંકતા જોવા મળે છે. આ ઘટના બાદ દુકાન માલિકે ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનમાં ચિરાગ મોદી, વિકાસ બારોટ અને અન્ય બે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે સવારે ઘટનાસ્થળે પહોંચી પંચનામું કરી કડક કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય છે કે, દક્ષિણ પોલીસ સ્ટેશનના પીઆઈ વી.એમ. ચૌધરીની કડક કાર્યવાહીના કારણે શહેરમાં શાંતિનો માહોલ હતો, પરંતુ આ ઘટનાથી ફરી અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો છે. વેપારીઓ અને સ્થાનિક લોકોની માંગ છે કે આવા તત્વો સામે કડક કાર્યવાહી કરી કાયદાનો પાઠ ભણાવવામાં આવે અને તેમનું સરઘસ કાઢવામાં આવે, જેથી ભવિષ્યમાં આવા બનાવો ન બને.

સંબંધિત સમાચાર