રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
સાબરકાંઠા6 ઑગસ્ટ, 2025| Super Admin

તેરા તુજકો અર્પણ; હિંમતનગર પોલીસ દ્વારા ગુમ થયેલ ૧૧ મોબાઈલ, માલિકોને પરત સોંપ્યા

તેરા તુજકો અર્પણ; હિંમતનગર પોલીસ દ્વારા ગુમ થયેલ ૧૧ મોબાઈલ, માલિકોને પરત સોંપ્યા

હિંમતનગર બી ડિવિઝન પોલીસે તાજેતરમાં 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ અંતર્ગત ગુમ થયેલા 11 મોબાઈલ ફોન શોધીને તેમના માલિકોને પરત સોંપ્યા છે. આ મોબાઈલ ફોનની કુલ કિંમત ₹2,03,169 જેટલી થવા જાય છે. હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થયેલા આ મોબાઈલ ફોન શોધવા માટે પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સનો ઉપયોગ કર્યો હતો. મોબાઈલ શોધાયા બાદ પોલીસે તમામ 11 મોબાઈલના માલિકોને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બોલાવ્યા હતા. પોલીસ સ્ટેશનમાં યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ સ્વયં તમામ મોબાઈલ ફોન તેમના માલિકોને હસ્તે પરત સોંપ્યા હતા. આ અંગે પીઆઈએ જણાવ્યું હતું કે પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુમ થયેલા મોબાઈલ ફોન શોધવા માટે તેમની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સનો સફળતાપૂર્વક ઉપયોગ કર્યો હતો. આ પ્રકારની કામગીરી દ્વારા નાગરિકોને તેમની કિંમતી વસ્તુઓ પરત મળે તે માટે પોલીસ સતત પ્રયત્નશીલ રહે છે.

સંબંધિત સમાચાર