પાલનપુરના કાણોદર હાઇવે પર વિદેશી દારૂ ભરેલું ટેન્કર ઝડપાયું

33.88 લાખના વિદેશી દારૂ ભરેલા ટેન્કર સાથે રૂ.53.88 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો
પાલનપુરના કાણોદર હાઇવે પર હુસેન ટેકરી પાસેથી એલસીબી પોલીસે નાકાબંધી દરમિયાન વિદેશી દારૂ ભરેલું ટેન્કર ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.પાલનપુરના કાણોદર હાઇવે પર હુસેન ટેકરી પાસે એલસીબી પોલીસે બાતમીના આધારે નાકાબંધી ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળુ ટેન્કર પસાર થતા તેને રોકીને તલાશી લીધી હતી. જેમાં ટેન્કરમાંથી રૂ.33,88,296 નો વિદેશી દારૂ મળી આવ્યો હતો. આ ટેન્કર નં.GJ-06-AV-6972 માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 11,904 બોટલો ઝડપાઇ હતી.
પોલીસે રૂ.33.88 લાખના વિદેશી દારૂ ભરેલા ટેન્કર સહિત કુલ રૂ.53.88 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે ટેન્કર ચાલક કનુભાઈ અમરતભાઈ માજીરાણા રહે.રાજપુરીયા તા.અમીરગઢને દબોચી લીધો હતો. દરમિયાન પોલીસે દારૂની હેરાફેરી માં સંડોવાયેલ સોમસિંહ તેજસિંહ દરબાર રહે.ચેખલા તા.અમીરગઢ, વિરેન્દ્રસિંહ નાનુસિંહ દરબાર રહે.ચેખલા તા.અમીરગઢ તથા દેવાભાઈ ધનાભાઈ રબારી રહે.જાબુંડી (હથિદ્રા)તા.પાલનપુર તથા જીતેન્દ્રસિંહ ઉર્ફે જીતુભા વેલસિંહ દરબાર રહે.હાથિદ્રા તા.પાલનપુર સામે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સંબંધિત સમાચાર
બનાસકાંઠાશ્રી સર્વોદય લૉ કોલેજ, કાંટ (ડીસા) ખાતે BNSS વિષય ઉપર ગેસ્ટ લેક્ચરનું આયોજન
13 કલાક પહેલા
બનાસકાંઠાડીસા ખાતે સિંચાઈ વિભાગના મદદનીશ અધિક્ષક લાંચ લેતા ઝડપાયા
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા કોલેજ સંકુલમાં થેલેસેમિયા સ્ક્રીનીંગ કેમ્પનું આયોજન
1 દિવસ પહેલા
બનાસકાંઠાચેક બાઉન્સમાં કોર્ટનો કડક ચુકાદો: મૂળ રકમ આપ્યા પછી પણ લટકતી રહેશે વળતરની તલવાર !
1 દિવસ પહેલા
