રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા24 જૂન, 2025| Super Admin

આગામી ૨૫ જૂન ૨૦૨૫ના રોજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તાલુકા વાઇઝ મત ગણતરી હાથ ધરાશે

આગામી ૨૫ જૂન ૨૦૨૫ના રોજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તાલુકા વાઇઝ મત ગણતરી હાથ ધરાશે
જિલ્લામાં અંદાજે કુલ ૧૮૦૦થી વધુનો સ્ટાફ મતગણતરીમાં બજાવશે ફરજ; ગ્રામ પંચાયત ચૂંટણી ૨૦૨૫ અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં કુલ ૩૨૨ ગ્રામ પંચાયત ખાતે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું હતું. ૩૨૨ પંચાયત પૈકી ૩૦૩ ગ્રામ પંચાયત સામાન્ય તથા ૧૯ ગ્રામ પંચાયત ખાતે પેટા ચૂંટણીનું આયોજન કરાયું હતું. સામાન્ય ચૂંટણીની ૩૦૩ પંચાયત ખાતે જિલ્લામાં સરેરાશ કુલ ૮૩.૫૦ ટકા મતદાન નોંધાયું હતું જ્યારે ૧૯ પેટા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરેરાશ કુલ ૬૩.૨૪ ટકા મતદાન નોંધાયું હતું. જિલ્લામાં ૨૫ જૂન ૨૦૨૫ના રોજ દરેક તાલુકા વાઇઝ મત ગણતરી હાથ ધરાશે. જિલ્લામાં અંદાજે કુલ ૧૮૦૦ થી વધુનો સ્ટાફ મતગણતરીમાં ફરજ બજાવશે. તાલુકા વાઇઝ વાત કરીએ તો પાલનપુર તાલુકા માટે માયનિંગ બ્લોક,સરકારી ઇજનેરી કોલેજ જગાણા ખાતે, વડગામ તાલુકા માટે વી.જે.પટેલ હાઈસ્કુલ વડગામ ખાતે, દાંતા તાલુકા માટે પ્રથમ માળ સર ભવાનીસિંહ વિદ્યાલય દાંતા, અમીરગઢ તાલુકા માટે રૂમ નંબર ૬ થી ૧૨, પગાર કેન્દ્ર શાળા અમીરગઢ, ડીસા તાલુકા માટે ડી.એન.પી ગર્લ્સ પ્રાથમિક વિભાગનું બિલ્ડીંગ, કાંકરેજ તાલુકા માટે રૂમ નંબર ૧૦ થી ૧૪, મોડેલ સ્કૂલ રતનપુરા, ધાનેરા તાલુકા માટે કે આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, દાંતીવાડા તાલુકા માટે મોડેલ સ્કૂલ દાંતીવાડા, દિયોદર તાલુકા માટે મોડેલ સ્કૂલ દિયોદર, લાખણી તાલુકા માટે મામલતદાર કચેરી તાલુકા સેવા સદન લાખણી, થરાદ તાલુકા માટે સરકારી વાણિજ્ય અને વિનયન કોલેજ થરાદ, વાવ તાલુકા માટે મોડેલ સ્કૂલ વાવ, સુઈગામ તાલુકા માટે તાલુકા સેવા સદન સુઈગામ, ભાભર તાલુકા માટે મોડેલ સ્કૂલ ભાભર ખાતે મત ગણતરી હાથ ધરાશે. દરેક તાલુકા વાઇઝ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અંદાજે ૧૨૫ થી ૧૩૫ નો સ્ટાફ મત ગણતરીમાં જોડાશે. જિલ્લામાં તા.૨૨ જૂન ૨૦૨૫ના રોજ સામાન્ય/ વિભાજન/ વિસર્જન/ પેટા ગ્રામ પંચાયતોની યોજાયેલ ચૂંટણી અન્વયે સવારના ૯:૦૦ કલાકથી તાલુકામાં નિયત કરેલ મતગણતરી સેન્ટર ખાતે કુલ- ૧૮૦૦ જેટલા મતગણતરી સ્ટાફની મદદથી મતગણતરી યોજાશે.

સંબંધિત સમાચાર