રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
આંતરરાષ્ટ્રીય1 જાન્યુઆરી, 2025| Super Admin

તાલિબાન લડવૈયાઓએ પાકિસ્તાની ચોકીઓ પર ઝડપી હુમલા શરૂ કર્યા

તાલિબાન લડવૈયાઓએ પાકિસ્તાની ચોકીઓ પર ઝડપી હુમલા શરૂ કર્યા
તાલિબાને પાકિસ્તાનનું જીવન બરબાદ કરી નાખ્યું છે. તાલિબાન લડવૈયાઓએ પાકિસ્તાની ચોકીઓ પર ઝડપી હુમલા શરૂ કર્યા છે. દરમિયાન, તાલિબાન દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે તેના લડવૈયાઓએ પાકિસ્તાનના બાજૌરમાં પોસ્ટ પર પણ કબજો કરી લીધો છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. તાલિબાન લડવૈયાઓ ડ્યુરન્ડ રેખા પાર કરીને પાકિસ્તાનમાં તબાહી મચાવી રહ્યા છે. દરમિયાન, તાલિબાન સંલગ્ન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન એ અફઘાનિસ્તાન સરહદ નજીક સ્થિત એક પાકિસ્તાની પોસ્ટને કબજે કરવાનો કથિત રીતે એક વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.દરમિયાન, પાકિસ્તાનના એક વરિષ્ઠ સુરક્ષા અધિકારીએ જણાવ્યું કે આ પોસ્ટને ખાલી કરાવવામાં આવી છે અને અહીંથી સુરક્ષા કર્મચારીઓને અન્ય જગ્યાએ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. પોસ્ટ ખાલી કરવાની પ્રક્રિયા માત્ર બાજૌર પુરતી સીમિત ન હતી પરંતુ તે ઉત્તર અને દક્ષિણ વજીરિસ્તાન જિલ્લામાં પણ કરવામાં આવી હતી. તાલિબાનની શક્તિ શું છે?: અફઘાન તાલિબાન પાસે મોટી માત્રામાં શસ્ત્રો છે અને દુર્ગમ વિસ્તારોમાં છુપાવવાની ક્ષમતા છે. તાલિબાન લડવૈયાઓ પાસે AK 47, મોર્ટાર, રોકેટ લોન્ચર જેવા આધુનિક હથિયારોનો સ્ટોક છે. આ દરમિયાન સ્થિતિ એવી છે કે મીર અલી બોર્ડર પર પણ પાકિસ્તાને પોતાની સેનાને એલર્ટ પર રાખી છે.

સંબંધિત સમાચાર