રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા25 જૂન, 2025| Super Admin

ટાકરવાડાના મહિલા તલાટી રૂ.4000 ની લાંચ લેતા ઝડપાયા

ટાકરવાડાના મહિલા તલાટી રૂ.4000 ની લાંચ લેતા ઝડપાયા
મકાન પર લોન લેવા માટે જરૂરી દાખલા આપવા માટે માંગી હતી લાંચ; ભ્રષ્ટાચાર જાણે શિસ્ટાચાર બની ગયો હોય તેમ સરકારી કચેરીઓ માં લાંચ આપ્યા સિવાય લગભગ  કામ થતા ન હોવાની રાવ ઉઠી છે. ત્યારે પાલનપુર તાલુકાના ટાકરવાડા ગામની મહિલા તલાટી રૂ.4000 ની લાંચ લેતા એસીબી ના છટકામાં રંગે હાથ ઝડપાઇ ગઈ હતી. એસીબી સૂત્રોના જણાવ્યા મુજબ, આ કામના ફરીયાદીના ભત્રીજાને મકાન ઉપર લોન લેવાની હતી. જે લોન સારુ ગામના રહેવાસીનો દાખલો તથા મકાનની ચતુરશીમાના દાખલાની જરૂરિયાત હોઈ ફરિયાદીએ આક્ષેપિત ટાકરવાડા ગામના ત.ક.મંત્રી મીનાબેન પરમાર પાસે ગયા હતા. જોકે, દાખલો આપવાની અવેજ પેટે આક્ષેપીત મહિલા તલતીએ રૂપિયા ૪૦૦૦/- ગેરકાયદેસર લાંચની માગણી કરી હતી. જે લાંચના નાણા ફરિયાદી આપવા માગતા ના હોઈ ફરીયાદી એ બનાસકાંઠા એ.સી.બી. નો સંપર્ક કરી ફરીયાદ આપી હતી. જે ફરિયાદના આધારે એસીબીએ લાંચનું છટકું ગોઠવ્યું હતું. દરમ્યાન આ કામના આરોપી મીનાબેન લવજીભાઈ પરમાર, હોદ્દો-તલાટી કમ મંત્રી ટાકરવાડા ગ્રામ પંચાયત, વર્ગ-૩, ના ઓએ ફરિયાદી સાથે ટાકરવાડા ગ્રામ પંચાયત ખાતે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારતા પકડાઈ જતા એસીબીએ લાંચની રકમ રિકવર કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર