રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા7 ઑગસ્ટ, 2025| Super Admin

સુઇગામ ના ધનાણા ગામે દારૂ બંધી નું સુરસુરીયું; ગ્રામજનો મેદાને

સુઇગામ ના ધનાણા ગામે દારૂ બંધી નું સુરસુરીયું; ગ્રામજનો મેદાને

સુઇગામ તાલુકા ના ધનાણા ગામે આજ થી બે માસ અગાઉ શિવ મંદિર ના સાંનિધ્ય માં સર્વ સમાજની એક અગત્યની બેઠક મળી હતી.તેમાં ગામમાં દારૂના વેચાણ કરનાર કે પીનાર સામે રૂ બે લાખનો દંડ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. સમગ્ર ગ્રામજનો એ આ જાહેરાત માં ટેકો આપ્યો હતો. બે માસ સુધી ગામમાં વેચાણ કે પીવા પર સદંતર પ્રતિબદ્ધ થઈ ગયો હતો. જો કે બે દિવસ અગાઉ ધનાણા ગ્રામજનો એ મીડિયા ને એક લેખિત જાણ કરી જણાવ્યું હતું કે સુઇગામ પોલીસ મથક માં પી.આઇ ની પોસ્ટ હોવા છતાં અમારા ગામમાં ફરી પાછું દેશી વિદેશી દારૂ નું ધૂમ વેચાણ થતાં યુવાધન દારૂ ના રવાડે ચડી ગયું છે. ગામ લોકોની જાહેરાત નું સરસુરીયું થઈ ગયું છે. સ્થાનીક સુઇગામ પોલીસ ની રહેમ નજર હેઠળ બુટલેગરો બેફામ બનતાં કાયદો નો ડર રહ્યો નથી. જો દારૂ નું વેચાણ બંધ કરવામાં નહિ આવેતો ધનાણા ગ્રામજનો જિલ્લા પોલીસ વડા ને આવેદનપત્ર આપશે તેમ છતાં દારૂ બંધી નહીં થાય તો ગાંધીનગર એસ.એમ.સી ના વડા ને રજુઆત કરી અમારી લડત ચાલુ રાખીશું આમ સુઇગામ ની સ્થાનિક પોલીસ તરફ ગ્રામજનો એ ભારે નારાજગી દર્શાવી પોલીસ દારૂ ના બુટલેગરો ને સહકાર આપતી હોવાનું મીડિયા સમક્ષ જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર