રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા14 ફેબ્રુઆરી, 2025| Super Admin

બનાસકાંઠા જિલ્લામાં ઠંડીમાં આકસ્મિક ઘટાડો : બપોરે ગરમીનો અહેસાસ

બનાસકાંઠા જિલ્લામાં ઠંડીમાં આકસ્મિક ઘટાડો : બપોરે ગરમીનો અહેસાસ
બેવડી ઋતુને લઈ તાવ, શરદી અને ખાંસીની બીમારીનો ઉપદ્રવ; બનાસકાંઠા જિલ્લામાં ઠંડીમાં આકસ્મિક ઘટાડો નોંધાતા શિયાળો ધીમે ધીમે વિદાય લઈ રહ્યો છે. હવામાન વિભાગે આપેલા તાપમાનના આંકડા પ્રમાણે ડીસામાં પણ ઠંડી ઘટતાં 14.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. મહા મહિનાનું પખવાડિયું બદલાતા ઠંડીમાં ઘટાડો નોંધાયો છે અને તાપમાન ઉચકાંતા ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. જેથી પંખા ચાલુ કરવાની નોબત આવી છે.બપોરના સમયે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે જ્યારે વહેલી સવારે અને રાત્રે ગુલાબી ઠંડી અનુભવાય છે. જેથી બેવડી ઋતુ વર્તાઈ રહી છે.જેના પગલે ઋતુ જન્ય જેવી કે તાવ, શરદી અને ખાંસી જેવી બીમારીઓનો ઉપદ્રવ વધ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 7 દિવસ સુધી હવામાન શુષ્ક રહેશે. પણ આગામી 5 દિવસમાં તાપમાન ધીમે-ધીમે વધશે પરંતુ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. હવે હવામાન બદલાઈ રહ્યું છે અને ધીમા પગલે ઉનાળાનું આગમન થઈ રહ્યું છે.પણ ઉત્તર પૂર્વીય પવન ફૂંકાવાની શકયતા છે.

સંબંધિત સમાચાર