રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા30 જાન્યુઆરી, 2025| Super Admin

જડિયા ગ્રામજનો દ્વારા ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવા માટે ઉગ્ર રજૂઆત

જડિયા ગ્રામજનો દ્વારા ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવા માટે ઉગ્ર રજૂઆત
ધાનેરા તાલુકાના જડિયા ગ્રામજનો દ્વારા ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવા માટે ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. રાજ્ય સરકારે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને વાવ-થરાદ નામથી નવો જિલ્લો બનાવ્યો છે, જેમાં ધાનેરા, કાંકરેજ અને દિયોદર તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ નિર્ણયને લઈને આ વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ધાનેરા, કાંકરેજ અને દિયોદરના લોકો બનાસકાંઠા જિલ્લામાં જ રહેવાની માંગ કરી રહ્યા છે અને આંદોલન કરી રહ્યા છે. ધાનેરાના ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખીને ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવાની માંગ કરી છે. તેમણે જણાવ્યું છે કે ધાનેરા તાલુકાની પ્રજા બનાસકાંઠા સાથે સંકળાયેલી છે અને પાલનપુર જવા માટે અનુકૂળ છે. કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે પણ સરકારના આ નિર્ણયને અયોગ્ય ગણાવ્યો છે અને કાંકરેજ તાલુકાના રહેવાસીઓ બનાસકાંઠા જિલ્લામાં રહેવા માંગે છે. ધાનેરાના પૂર્વ ધારાસભ્ય નાથાલાલ પટેલે પણ વિરોધ વ્યક્ત કર્યો છે અને જણાવ્યું છે કે ધાનેરા તાલુકાના લોકો થરાદને અનુકૂળ નથી માનતા અને બનાસકાંઠા જિલ્લામાં જ રહેવા માંગે છે. આ મુદ્દે ધાનેરા, કાંકરેજ અને દિયોદર તાલુકામાં ઉગ્ર દેખાવો, બજારો બંધ અને રેલીઓનું આયોજન કરવામાં આવ્યુહતું. સ્થાનિક આગેવાનો અને પ્રજા સરકારના આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે અને ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવાની માંગ કરી રહ્યા છે.

સંબંધિત સમાચાર