રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા11 જૂન, 2026| Super Admin

લાખણીથી મડાલ ગામે નાઈટ બસ શરૂ કરવાની પ્રબળ લોકમાંગ

લાખણીથી મડાલ ગામે નાઈટ બસ શરૂ કરવાની પ્રબળ લોકમાંગ

આઝાદીના વર્ષો બાદ પણ બસ સુવિધાથી ગામ વંચિત, વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને ભારે હાલાકી

લાખણી તાલુકાનું અંતિમ ગામ ગણાતું મડાલ આજે પણ જાહેર પરિવહનની સુવિધાથી વંચિત હોવાનું જાણવા છે. આઝાદીના વર્ષો વીતી ગયા છતાં મડાલ ગામ સુધી હાલમાં એક પણ નિયમિત બસ સેવા ઉપલબ્ધ નથી, જેના કારણે ગામના લોકો તેમજ વિદ્યાર્થીઓને રોજિંદી અવરજવરમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ લાખણી આવવા-જવા માટે લોકોને ખાનગી વાહનો અથવા અન્ય મર્યાદિત વિકલ્પો પર નિર્ભર રહેવું પડે છે. ખાસ કરીને તાલુકા મથક લાખણી ખાતે શાળા અને કોલેજમાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓને નિયમિત બસ સેવા ન હોવાને કારણે સમય, ખર્ચ અને સુરક્ષાની દ્રષ્ટિએ મુશ્કેલી અનુભવવી પડે છે.મડાલ ગામના સરપંચ દ્વારા આ બાબતે અનેક વખત સંબંધિત ડેપો મેનેજર સમક્ષ રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી ગામને બસ સેવાનો લાભ મળ્યો નથી. તેવો બળાપો ગામલોકોએ ઠાલવ્યો હતો.

ગામ લોકો અને વિદ્યાર્થીઓએ માંગ કરી છે કે લાખણીથી વાયા જસરા–લાલપુર થઈ મડાલ સુધી નાઈટ બસ સેવા શરૂ કરવામાં આવે જેથી ગામના લોકો, વિદ્યાર્થીઓ, નોકરીયાત વર્ગ અને વેપારીઓને સરળ અને નિયમિત પરિવહનની સુવિધા મળી રહે.ગ્રામજનોનું કહેવું છે કે વિકાસના આ યુગમાં તાલુકાના અંતિમ ગામ સુધી જાહેર પરિવહનની સુવિધા પહોંચે તે સમયની જરૂરિયાત છે ત્યારે સંબંધિત તંત્ર દ્વારા વહેલી તકે યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી પ્રબળ લોકમાંગ ઉઠી છે.

ટેગ્સ:#Lakhani

સંબંધિત સમાચાર