ડીસા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવા તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે ડીસા દક્ષિણ પોલીસ એક્શન મોડમાં આવી છે. જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાના કડક અમલ માટે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી આકસ્મિક તપાસને પગલે સ્પા અને મસાજ પાર્લર ચલાવતા સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા તા. 01/01/2026 થી 28/02/2026 સુધી અમલમાં રહે તે રીતે એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ, દરેક સ્પા અને મસાજ પાર્લર સંચાલકોએ ત્યાં કામ કરતા સ્ટાફની સંપૂર્ણ વિગતો પોલીસ સ્ટેશનમાં નોંધાવવી ફરજિયાત છે. આ નિયમના પાલન અંગે તપાસ કરવા ડીસા દક્ષિણ પી.આઈ. એમ.બી. કોટવાલની સૂચનાથી પી.એસ.આઈ. જી.જી. યુનારા અને તેમની ટીમે શહેરમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. પોલીસ ટીમે ડીસા- પાલનપુર હાઈવે પર સ્થિત “એ.વન ન્યુ રીલેક્સ સ્પા બોડી મસાજ” ખાતે દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન માલૂમ પડ્યું હતું કે, પાર્લરમાં કાર્યરત સ્ટાફ અંગેના જરૂરી દસ્તાવેજો કે પોલીસ રજીસ્ટ્રેશન સંબંધિત કોઈ માહિતી સ્થળ પર ઉપલબ્ધ નહોતી. જાહેરનામાના ભંગ બદલ પોલીસ દ્વારા પંચોની હાજરીમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીમાં પી.એસ.આઈ. જી.જી. યુનારા સાથે આર.એમ. ચાવડા, એએસઆઈ હસમુખભાઈ સહિતનો પોલીસ કાફલો જોડાયો હતો. પોલીસ દ્વારા સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે કે કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવી લેવામાં આવશે નહીં તેમજ દરેક સંચાલકે સ્ટાફ વેરિફિકેશન કરાવવું અનિવાર્ય છે.નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કડક કાયદાકીય પગલાં ભરાશે તેમ જણાવ્યું હતું.
ડીસામાં જાહેરનામાના ભંગ બદલ સ્પા પાર્લરોમાં કડક ચેકિંગ : સંચાલકોમાં ફફડાટ

સંબંધિત સમાચાર
બનાસકાંઠાવડગામના લિંબોઈ ખાતે સરસ્વતી કોલેજમાં પૂર્વ મુખ્યમંત્રીની અધ્યક્ષસ્થાને ત્રિવેણી પર્વ ઉજવાયો
6 કલાક પહેલા
બનાસકાંઠાડીસામાં મધરાત્રે ક્લોરિન ગેસ લીકેજથી ફફડાટ: તંત્રની ત્વરિત કાર્યવાહીથી મોટી જાનહાનિ ટળી
7 કલાક પહેલા
બનાસકાંઠાઅંબાજી ગબ્બર કામાખ્યા શક્તિપીઠ: અંબુવાચી મહોત્સવ પૂર્ણ થતાં દર્શન પુનઃ શરૂ
7 કલાક પહેલા
બનાસકાંઠાપાલનપુરમાં 25થી 30 વર્ષ જૂનાં વૃક્ષોનું નિકંદન: પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોષ
8 કલાક પહેલા
