રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા21 માર્ચ, 2025| Super Admin

રાજ્યમાં અસમાજિક તત્વો પર તંત્ર દ્વારા કડક કાર્યવાહી; ડીસામાં માથાભારે શખ્સનું દબાણ તોડાયું

રાજ્યમાં અસમાજિક તત્વો પર તંત્ર દ્વારા કડક કાર્યવાહી; ડીસામાં માથાભારે શખ્સનું દબાણ તોડાયું
સંખ્યાબંધ હથિયારો પકડાયા હતા; રાજ્યના ડી.જી.પી.ના આદેશ બાદ સમગ્ર રાજ્યમાં અસમાજિક તત્વો પર તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ડીસામાં પણ નગરપાલિકા અને પોલીસે માથાભારે તત્વો પર તવાઈ બોલાવી છે. ડીસામાં માથાભારે શખ્સ નટવર ઠાકોર ઉર્ફે ચકા ઠાકોરની પોસ્ટ ઓફિસ પાસે આવેલી ઓફિસ પર નગરપાલિકાની ટીમે પોલીસ સાથે પહોંચીને માપણી કરી અને દબાણ તોડવાની કાર્યવાહી કરી હતી. હજુ ગઈકાલે જ પોલીસે ચકા ઠાકોરના ઘરમાં તપાસ કરતા તેના ઘરમાંથી હથિયારોનો મોટો જથ્થો મળી આવ્યા હતા. આ કાર્યવાહીથી ડીસાના અસમાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે. શહેરના લોકોએ પોલીસ અને નગરપાલિકાની આ કામગીરીને આવકારી છે અને આવી કાર્યવાહી ચાલુ રાખવાની માંગ કરી છે. પોલીસની આ કાર્યવાહીથી અસમાજિક તત્વો ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને લોકોમાં રજૂઆત કરવાની હિંમત આવી છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાએ લોકોને અપીલ કરી છે કે અસમાજિક તત્વોથી પીડિત લોકો પોલીસને જાણ કરી શકે છે. પોલીસ અને તંત્રની આ કાર્યવાહીથી લોકોમાં વિશ્વાસ ઊભો થયો છે કે શહેરને અસમાજિક તત્વોથી મુક્ત કરાવી શકાશે.

સંબંધિત સમાચાર