ડીસા ભીલડી હાઈવે પર રખડતાં પશુઓનો ત્રાસ દિનપ્રતિદિન રખડતા પશુઓની સંખ્યામાં વધારો

હાઇવે ઓથોરિટી અને કોન્ટેક્ટ કંપની ના આંખ આડા કાન વાહન ચાલકો ને હાઇવે પર ચાલવું પણ જોખમી
ડીસા ભીલડી નેશનલ હાઈવે 27 ઉપર ડીસા ચાર રસ્તા થી કુંપટ, માલગઢ, વડાવળ, લોરવાડા તેમજ ભીલડી સુધી રખડતા ઢોરોનો ત્રાસ વધતા વાહન ચાલકોને હાઇવે પર ચાલવું પણ જોખમી બની રહ્યું છે હાઇવે ઉપર રખડતા ઢોરોની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થતો જોવા મળી રહ્યો છે જેના કારણે અનેક નિર્દોષ લોકો રખડતા પશુઓના ભોગ પણ બની રહ્યા છે તો ક્યારેક વાહનો અડફેટે આવતા પશુઓનો પણ ભોગ બની રહ્યા છે ત્યારે ખરેખર જો નેશનલ હાઈવે ઉપર ચાલતા વાહન ચાલકો ટોલ ટેક્ષ ભરતા હોય અને આવા રખડતા ઢોરોને કારણે વાહન ચાલકોના ના જીવ જોખમમાં મુકાય તેના માટે જવાબદાર કોણ....?
તંત્ર દ્વારા આવા રખડતા ઢોરોને પકડી. ગૌશાળાઓ મો કે બીજી કોઈ અન્ય જગ્યાએ જેવી કે ગામનું જાહેર ગૌચરમાં ખસેડવામાં આવે તો આવી સમસ્યા નું નિરાકરણ તાકીદે લાવી શકાય...! નહિતર કેટલાક નિર્દોષ પશુઓ તેમજ નાગરિકો આવી રીતે મોતને ભેટતા રહેશે દિવસ અને રાત્રે દરમિયાન હાઇવે ઉપર રખડતા ઢોરોનો અડીંગો જોવા મળી રહ્યો છે હાઇવે ઓથોરિટીની સિક્યુરિટી વાન હાઈવે પર ફરતી હોવા છતાં તેઓને રખડતા પશુઓ દેખાતા નથી કે પછી આંખ આડા કાન કરી રહ્યા છે તેવા સવાલો પણ પ્રજાજનો કરી રહ્યા છે.
હાઈવે પર રખડતાં ઢોરને લઈ રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય; ડીસા ભીલડી હાઈવે ઉપર દિવસેને દિવસે રખડતા ઢોરો નો ત્રાસ વધી રહ્યો છે જેને લઇ અનેક વાર મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તંત્ર ને પેટનું પાણી પણ હલતું નથી.
હાઇવે પર રખડતા ઢોરોનો ત્રાસથી મુક્તિ મળશે ખરા; નેશનલ હાઇવે ઉપર રખડતા ઢોરોનો ત્રાસ વધી રહ્યો છે ત્યારે પ્રજાજનોમાં પણ અનેક સવાલો કરી રહ્યા છે કે આગામી સમયમાં હાઇવે ઉપરથી રખડતા ઢોરોના ત્રાસથી મુક્તિ મળશે કે પછી આ જ રીતે રખડતા ઢોરોનો ત્રાસ યથાવત રહેશે.
ટેગ્સ:#Vadaval#Accident Prevention#Highway Safety#Stray Cattle Menace#Highway Authority Negligence#Malgadh#Road Hazards#National Highway 27#Rural Livestock Management#Deesa-Bhildi Corridor#Kumpat#Lorwada#Demand for Warning Boards#Verbal Representations Ignored
સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસા શાક માર્કેટમાં વિવાદનો વંટોળ: તંત્રના નિર્ણય સામે વેપારીઓએ બાયો ચઢાવી
8 કલાક પહેલા
બનાસકાંઠાડીસાના પંથકમાં વિકાસની નવી રફ્તાર : બનાસ નદી પર સબમર્સીબલ બ્રિજનું વિધિવત પૂજન કરાયું
9 કલાક પહેલા
બનાસકાંઠાથરાદમાં SOGનો સપાટો : ગાડીના ચોરખાનામાંથી ૨૨૪૯ બોટલ વિદેશી દારૂ ઝડપાયો, ત્રણ સામે ગુનો દાખલ
2 દિવસ પહેલા
બનાસકાંઠાસનસનાટીભરી ઘટના : પાલનપુર નાળામાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર, હત્યા કરી લાશ ફેંકી દેવાયાની આશંકા
3 દિવસ પહેલા
