રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
પાટણ14 ઑગસ્ટ, 2025| Super Admin

રાધનપુરમાં રખડતાં ઢોરનો ત્રાસ; વાહન ચાલકો પરેસાન પાંજરે પુરવા માંગ

રાધનપુરમાં રખડતાં ઢોરનો ત્રાસ; વાહન ચાલકો પરેસાન પાંજરે પુરવા માંગ

રાધનપુરમાં છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરનો પ્રશ્ન લોકો માટે માથાના દુખાવા સમાન બન્યો છે. રાધનપુર હાઇવે માર્ગ તેમજ રાધનપુર મેન બજારમાં રખડતા ઢોર અડિગો જમાવીને બેઠા હોવાથી રસ્તે ચાલતા રાહદારીઓ તેમજ વાહન ચાલકો ને ભારે હાલાકી સહન કરવી પડી રહી છે. જાગૃતિ નાગરિક દ્વારા રસ્તે ફરતા ઢોરોને પાજરે પુરવા અનેકવાર નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી છે પરંતુ આજ દિન સુધી તેનું કોઈ નક્કર પરિણામ ન આવતા. સમસ્યા જે શે તે જોવા મળી રહી છે રખડતા ઢોરના હુમલાથી જાનહાનીના બનાવ બને તે પહેલા રખડતા ઢોરોને પકડવા રાધનપુર નગરજનોની માંગ ઉઠવા પામી છે. છેલ્લા ઘણા સમયથી નગરના તમામ વિસ્તારોમાં રખડતા ઢોરના ત્રાસથી વાહન ચાલકો રાહદારીઓ ત્રાહિમામ પોકારી ગયા છે. નગરમાં શેરી તેમજ હાઈવે પરના રસ્તા પર રખડતા ઢોરો નો જમાવડો હોવાથી સ્કૂલે થી આવતા બાળકો સહિત લોકો ને ક્યાંથી ચાલવું તે પ્રશ્ન ઉભો થયો છે. અમુક વખતે રસ્તા પર રખડતા ઢોરો યુધ્ધે ચડતા અથવા બાખડતા હોવાથી વાહનચાલકોને તેમજ રાહદારીઓને અડફેટે લેવાના બનાવો પણ બની ગયા છે. અને રખડતા ઢોરને કારણે રાધનપુરમાં બે કરતાં વધારે લોકોને જીવ ગુમાવવાનો વારો પણ આવ્યો છે. અને કેટલાક લોકો ઇજાગ્રસ્ત પણ બન્યા છે આથી રખડતા ઢોરો ક્યારેક જોખમી પણ સાબીત થયા છે. ત્યારે તંત્રદ્વારા રખડતા ઢોરોને પકડી યોગ્ય જગ્યાએ મુકવામાં આવે તેવી લોકોની રાધનપુર નગરપાલિકા સામે લાગણી સાથે માગણી ઉઠવા પામી છે.

સંબંધિત સમાચાર