રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ22 જાન્યુઆરી, 2026| Super Admin

સિદ્ધપુર હીરાબા સરોવરની રાજ્યકક્ષાના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી મુલાકાત લીધી

સિદ્ધપુર હીરાબા સરોવરની રાજ્યકક્ષાના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી મુલાકાત લીધી
મંત્રીએ સરસ્વતી નદીના તટ પર નિર્માણ પામી રહેલા રિવરફ્રન્ટ પ્રોજેક્ટના ફેઝ-2ના કામોનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું રાજ્યકક્ષાના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહે સરસ્વતી નદી પર ચાલી રહેલા રિવરફ્રન્ટ અને હીરાબા સરોવરના કામોની સ્થળ મુલાકાત લીધી હતી. તેમણે વિકાસ કાર્યોની પ્રગતિ અંગે અધિકારીઓ સાથે સમીક્ષા કરી ફેઝ-2 ની કામગીરી ઝડપ થી પૂર્ણ કરવા સૂચના આપી હતી. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે,દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સાનિધ્યમાં સરસ્વતી નદીમાં ગત વર્ષે રૂ.20 કરોડના ખર્ચે ફેઝ-1ની કામગીરી કરવામાં આવી છે. જ્યારે ફેસ-2 માં 1700 મીટર લંબાઈમાં કામગીરી ચાલુ છે. જેમાં 19 કરોડના ખર્ચે કામગીરી થઈ રહી છે. અહીં માતૃતીર્થનું મહત્વ હોવાથી ધાર્મિક વિધિ કરવા માટે દેશભરમાંથી લોકો આવે છે. ભૂતકાળની અંદર અહીં પાણી જોવા મળતું ન હતું ત્યારે હાલમાં પાણીના કારણે આજુબાજુના જળ સ્તર ઊંચા આવશે જેનાથી ખેતી પણ થઈ શકશે.પ્રોજેક્ટની સમીક્ષા દરમિયાન મંત્રીએ હાજર અધિકારીઓ પાસેથી ટેકનિકલ વિગતો મેળવી હતી. તેમણે બાકી રહેલી કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવા નિર્દેશ આપ્યા હતા. આ મુલાકાત દરમિયાન સિદ્ધપુરના ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂત પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે મંત્રીને માતૃગયા તીર્થના ધાર્મિક મહત્વ અને શ્રદ્ધાળુઓ માટેની સુવિધાઓ અંગે માહિતગાર કર્યા હતા. મંત્રીએ નદી વિસ્તારમાં ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી રહેલા જળ સંરક્ષણ અને સફાઈના કાર્યોનું પણ અવલોકન કર્યું હતું.  

સંબંધિત સમાચાર