રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ20 ઑગસ્ટ, 2025| Super Admin

પાટણ જિલ્લા પંચાયતની મળેલી ખાસ સામાન્ય સભા શાશક અને વિપક્ષના પ્રશ્નોને લઈ ગરમાં ગરમી

પાટણ જિલ્લા પંચાયતની મળેલી ખાસ સામાન્ય સભા શાશક અને વિપક્ષના પ્રશ્નોને લઈ ગરમાં ગરમી
સ્વતંત્રતા પવૅની ઉજવણી મા અધિકારીઓની ગેરહાજરી અને આંગણવાડીના તેલનો મુદ્દો છેડાયો; પાટણ જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા બુધવારે જિલ્લા પંચાયત હોલ ખાતે પ્રમુખ હેતલબેન ઠાકોરના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. સભામાં સભ્ય શાકાજી ઠાકોરે વારાહી ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમમાં અધિકારીઓની ગેરહાજરીનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે ગેરહાજર અધિકારીઓ સામે દંડાત્મક કાર્યવાહીની માંગ કરી હતી. આ સાથે સાતલપુર તાલુકાના ૧૫૬ ગામોમાં આંગણવાડી અને તેડાઘરમાં સરકારી તેલનો જથ્થો ન મળવાનો મુદ્દો ચર્ચાયો હતો.તો સભ્યોએ ચાર મહિનાના તેલના જથ્થા અંગે સ્પષ્ટતા માંગી હતી પરંતુ પ્રોગ્રામ ઓફિસર રજા પર હોવાથી આ મામલે જવાબ મુલત્વી રહ્યો હતો. સભામાં ચેરમેનોની કચેરીઓમાં એર કન્ડિશનર લગાવવાની ચર્ચા પણ થઈ હતી. શાસક પક્ષ અને વિપક્ષે સમગ્ર જિલ્લા પંચાયતને સેન્ટ્રલ AC કરવાની તરફેણ કરી હતી. દિવ્યાંગજનો માટે પંચાયત પરિસરમાં સુવિધાઓ ઊભી કરવાનો મુદ્દો પણ ચર્ચાયો હતો. પ્રમુખ હેતલબેન ઠાકોરે ૧૫ મા નાણાપંચ હેઠળ વર્ષ ૨૦૨૫-૨૬ માટેના જિલ્લા વિકાસ પ્લાનના કામોની સમીક્ષા કરી હતી. તેમણે અસ્પષ્ટ સ્થળ સ્થિતિ ધરાવતા કામોની વિગતો સ્પષ્ટ કરવા સૂચના આપી હતી. જિલ્લા પંચાયતના સ્વભંડોળ માંથી શિક્ષણ ઉપકરની ગ્રાન્ટનો ઉપયોગ શહેરી વિસ્તારની પ્રાથમિક શાળાઓમાં સુવિધાઓ વધારવા માટે કરવાનો મુદ્દો પણ રજૂ થયો હતો. જિલ્લા પંચાયત હોલ ખાતે મળેલી આ ખાસ સામાન્ય સભા મા શાશક અને વિપક્ષના સભ્યો સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સંબંધિત સમાચાર