રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ4 ઑગસ્ટ, 2026| Super Admin

પાટણ હેડ પોસ્ટઓફિસ ખાતે રક્ષાબંધન પર્વ માટે વિશેષ વ્યવસ્થા ઉપલબ્ધ

પાટણ હેડ પોસ્ટઓફિસ ખાતે રક્ષાબંધન પર્વ માટે વિશેષ વ્યવસ્થા ઉપલબ્ધ

ખાસ કવર, ગિફ્ટ બોક્સ, વિદેશમાં પણ સ્પીડ પોસ્ટથી રાખડી મોકલી શકાશે

આગામી રક્ષાબંધન પર્વને ધ્યાનમાં રાખીને ભારતીય ટપાલ વિભાગ, પાટણ દ્વારા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ વ્યવસ્થા અંતર્ગત રાખડી, શુભેચ્છા કાર્ડ, ભેટ સામગ્રી અને અન્ય ટપાલ વસ્તુઓ સમયસર અને સુરક્ષિત રીતે પહોંચાડવામાં આવશે. ટપાલ વિભાગે રક્ષાબંધન માટે ખાસ રંગબેરંગી રાખડી કવર અને બોક્સ ઉપલબ્ધ કરાવ્યા છે. આ કવરનો ઉપયોગ કરીને બહેનો પોતાની રાખડી સુરક્ષિત રીતે ભાઈ સુધી મોકલી શકશે. વિશેષ રાખડી કવરની કિંમત રૂ. 10 નિર્ધારિત કરાઈ છે.

રાખડી, ગિફ્ટ આર્ટિકલ અને મીઠાઈ મોકલવા માટે વિવિધ ક્ષમતાના વિશેષ બોક્સ પણ તમામ ટપાલ કચેરીઓમાં ઉપલબ્ધ છે. 250 ગ્રામ ક્ષમતાના બોક્સની કિંમત રૂ. 35, 500 ગ્રામ ક્ષમતાના બોક્સની કિંમત રૂ.40 અને 1000 ગ્રામ ક્ષમતાના બોક્સની કિંમત રૂ. 50 રાખવામાં આવી છે.પાટણ વિભાગ હેઠળની તમામ મુખ્ય, ઉપ અને બ્રાન્ચ ટપાલ કચેરીઓને રાખડી સંબંધિત ટપાલના ઝડપી સ્વીકાર, સમયસર પ્રોસેસિંગ અને પ્રાથમિકતાના ધોરણે વિતરણ માટે સૂચનાઓ અપાઈ છે. આનાથી રાખડી નિર્ધારિત સમયમાં જણાવ્યા સ્થળે પહોંચી શકશે.

નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ રાખડી, ગિફ્ટ આર્ટિકલ અને મીઠાઈ (નિયમો અનુસાર યોગ્ય પેકિંગ સાથે) તેમજ અન્ય ભેટ સામગ્રી વહેલી તકે નજીકની ટપાલ કચેરીમાં બુક કરાવી ભારતીય ટપાલ વિભાગની સમયબદ્ધ અને વિશ્વસનીય સેવાનો લાભ લે.ભારતીય ટપાલ વિભાગ સ્પીડ પોસ્ટ, રજિસ્ટર્ડ પોસ્ટ અને પાર્સલ સેવાઓ દ્વારા સુરક્ષિત, વિશ્વસનીય અને સમયબદ્ધ સેવાઓ પૂરી પાડે છે. સંપૂર્ણ અને સ્પષ્ટ સરનામું, મોબાઇલ નંબર તથા યોગ્ય પેકિંગ સાથે ટપાલ બુક કરાવવાથી વિતરણ વધુ સરળ અને ઝડપી બને છે.વિદેશમાં વસતા ભાઈને રાખડી અને ભેટ સામગ્રી મોકલવા ઈચ્છતા નાગરિકો માટે ભારતીય ટપાલ વિભાગની ઇન્ટરનેશનલ સ્પીડ પોસ્ટ સેવા પણ ઉપલબ્ધ છે. આ સેવા દ્વારા રાખડી અને ભેટ સામગ્રી સુરક્ષિત રીતે વિદેશ મોકલી શકાય છે.

સંબંધિત સમાચાર