રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા18 જૂન, 2025| Super Admin

પાલનપુરમાં સ્પા સંચાલકની દાદાગીરીની રાવ; હેર સલૂન ધરાવતા દુકાનદાર ની પજવણી કરાતી હોવાની રાવ

પાલનપુરમાં સ્પા સંચાલકની દાદાગીરીની રાવ; હેર સલૂન ધરાવતા દુકાનદાર ની પજવણી કરાતી હોવાની રાવ

પાલનપુરના આબુ હાઇવે પર આવેલા શ્રી આર્કેડમાં સ્પા સેન્ટર ચાલી રહ્યું છે. જે સ્પા સંચાલક દ્વારા હેર સલૂન ધરાવતા દુકાનદારની કનડગત કરાતી હોવાની રાવ ઉઠી છે. જોકે, સ્પા સંચાલકો સાથે સાંઠગાંઠ ધરાવતી પોલીસ કોઈ પગલાં ભરતી ન હોવાના આક્ષેપો પીડિત દુકાનદારે કર્યા હતા. પાલનપુરના આબુ હાઇવે પર ઇન્કમટેક્ષ ઓફીસ પાસે આવેલા શ્રી આર્કેડમાં પીડિત દુકાનદાર પ્રવિણભાઇ નાઈ હેર કટિંગ સલૂન ધરાવે છે. જેની ઉપરના માળે કીર્તિભાઈ રાઠોડનું સ્પા સેન્ટર ચાલે છે. જોકે, સ્પા સેન્ટર માં અનૈતિક ધંધા ચાલતા હોઈ હેર કટિંગ સલૂનવાળાએ અગાઉ પોલીસમાં અરજી કરી હતી. જેને લઈને સ્પા સંચાલક દ્વારા પીડિત દુકાનદારને ધાક ધમકીઓ આપી ખોટી પજવણી કરવામાં આવી રહી હોવાની રાવ ઉઠી છે. સ્પા માં કામ કરતી છોકરીઓ દુકાનમાં ઘુસી જઈ પીડિત દુકાનદાર સાથે લાપડઝાપડ કરી ધમકાવતી હોવાના સીસીટીવી પણ સામે આવ્યા છે. આ અંગે પોલીસને અરજીઓ આપી એસ.પી.ને આવેદનપત્ર આપવા છતાં કોઈ પગલાં ભરાયા નથી. ત્યારે સ્પા સંચાલક સાથે પોલીસની સાંઠગાંઠથી કોઇ પગલાં ભરાતા ન હોવાના આક્ષેપો પીડિત દુકાનદાર પ્રવિણભાઈ નાઈએ કર્યા હતા. જોકે, પોલીસની રહેમ નજર તળે સ્પા સંચાલક પોતાને જાનથી મારી નાખશે તેવી ભીતિ પીડિત દુકાનદારે વ્યક્ત કરતા પોલીસ કોઈ અનહોનીની રાહ જોઈ રહી હોવાની આશંકા વ્યક્ત કરી હતી.

સંબંધિત સમાચાર