રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ14 જૂન, 2025| Super Admin

પાટણમાં મજુરી માટે આવેલ ત્રણ બાંગ્લાદેશી મહિલાઓની ધરપકડ કરતી એસઓજી ટીમ

પાટણમાં મજુરી માટે આવેલ ત્રણ બાંગ્લાદેશી મહિલાઓની ધરપકડ કરતી એસઓજી ટીમ
બાંગ્લાદેશી મહિલાઓ ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશેલી હોવાનું જણાતા કાર્યવાહી હાથ ધરી; પાટણમાં મજુરી માટે આવેલ ત્રણ બાંગ્લાદેશી મહિલાઓની બાતમીના આધારે એસઓજી ટીમે ધરપકડ કરી તેની સધન પુછપરછ કરતાં ત્રણેય બાંગ્લાદેશી મહિલાઓ ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશેલી હોવાનું જણાતા ત્રણેય મહિલાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે મળતી માહિતી મુજબ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે.નાયીના માર્ગદર્શન હેઠળ પાટણ એસઓજી પીઆઈ જે.જી.સોલંકી સહિત ટીમે પાટણ પંથકમાં રહેતી અને બાંગલાદેશ માથી ભારતમાં ગેરકાયદેસર પ્રવેશ કરી રહેતા પરિવારોની તપાસના ચક્રો ગતિમાન કયૉ હતાં ત્યારે ખાનગી રાહે મળેલી બાતમીના આધારે પાટણ એસઓજી ટીમે પાટણ માં મજુરી માટે આવેલ ત્રણ બંગલાદેશની મહિલાઓમાં તસ્કુરાના ખાતુન ઉ.વ.૩૧,પોલીબેગમઉ.વ.૪૦,અને સામ સુન્નાહાર ઉ.વ.૩૫ ની ધરપકડ કરી પોલીસ મથકે લાવી પુછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે આ ત્રણેય મહિલાઓ પાસે પાસપોર્ટ કે કાયદેસરના વિઝા ન હોવાનું માલુમ પડયું હતું. ત્રણેય બાંગલાદેશી મહિલા પૈકી તસ્કુરાના ખાતુન જાન્યુઆરી ૨૦૨૪ માં સુનાબેરી બોર્ડર થઈને ભારતમાં પ્રવેશી હતી. જયારે પોલીબેગમ પાંચ વર્ષ પહેલા બેનાફુલ બોર્ડર થઈને ભારતમાં આવી હતી અને  અમદાવાદના વટવામાં રહેતી હતી અને છેલ્લા એક વર્ષથી સુરતમાં રહી હતી.તો સામસુન્નાહાર ૧૦ માર્ચ ૨૦૨૪ ના રોજ બેનાફુલ બોર્ડર થઈને ભારતમાં આવી હતી અને અમદાવાદના ગોતા વિસ્તારમાં રહેતી હતી. આ ત્રણેય મહિલાઓ હાવડા થઈને અમદાવાદ આવી હતી અને મજૂરી માટે પાટણ આવી હોવાનું જણાવતાં પોલીસે તેમની સામે ફોરેનર્સએક્ટ,૧૯૪૬ હેઠળ કાર્યવાહી શરૂ કરી છે. આ કાર્યવાહી રાજ્ય સરકારની ગેરકાયદેસર વિદેશી નાગરિકો વિરુદ્ધની ઝુંબેશનો ભાગ હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર