રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા20 માર્ચ, 2026| Super Admin

ભારતમાલા હાઈવે પર SOGની તવાઈ: વાવ-થરાદ પોલીસે ₹9.69 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો

ભારતમાલા હાઈવે પર SOGની તવાઈ: વાવ-થરાદ પોલીસે ₹9.69 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો
વાવ: બનાસકાંઠા જિલ્લાની વાવ-થરાદ SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) શાખાએ ભારતમાલા નેશનલ હાઈવે પર દારૂની હેરાફેરીનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું છે. વાવ પોલીસ સ્ટેશન વિસ્તારના દેથળી ગામની સીમમાંથી પસાર થતા હાઈવે પરથી પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 1758 બોટલો સાથે એક કેમ્પર ગાડી જપ્ત કરી છે. ઘટનાની વિગત મુજબ, SOG શાખાનો સ્ટાફ નાઈટ પેટ્રોલીંગમાં હતો ત્યારે સાંચોર (રાજસ્થાન) તરફથી આવતી એક સફેદ રંગની શંકાસ્પદ મહિન્દ્રા બોલેરો કેમ્પર ગાડી દેખાઈ હતી. ગાડી પર નંબર પ્લેટ ન હોવાથી પોલીસે તેને રોકવાનો પ્રયાસ કરતા ચાલકે ગાડી પૂરઝડપે ભગાવી હતી. બૂટલેગરે ભારતમાલા રોડ પર યુ-ટર્ન લઈ ફરી રાજસ્થાન તરફ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે ફિલ્મી ઢબે પીછો કરતા ચાલક ગાડી રોડ પર જ મૂકી અંધારાનો લાભ લઈ ખેતરોમાં નાસી છૂટ્યો હતો. પોલીસે ગાડીની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂ અને ગાડી સહિત કુલ ₹9,69,806/-નો મુદ્દામાલ જપ્ત કરી ફરાર ચાલક વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર