રખેવાળ
બ્રેકિંગ
તેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્ન
સાબરકાંઠા17 જાન્યુઆરી, 2025| Super Admin

એસ.ઓ.જી પોલીસે 42 હજાર લીટર શંકાસ્પદ પેટ્રોલિયમ પદાર્થનો જથ્થો મળી આવ્યો

એસ.ઓ.જી પોલીસે 42 હજાર લીટર શંકાસ્પદ પેટ્રોલિયમ પદાર્થનો જથ્થો મળી આવ્યો

હિંમતનગર નજીક સાબરડેરીથી ગઢોડા માર્ગ પર આવેલા દેવલ ટ્રેડર્સમાં એસ.ઓ.જી પોલીસે વહેલી સવારે દરોડા પાડ્યા હતા. બાતમીના આધારે કરવામાં આવેલી આ કાર્યવાહીમાં 42 હજાર લીટર શંકાસ્પદ પેટ્રોલિયમ પદાર્થનો જથ્થો મળી આવ્યો હતો. એસ.ઓ.જી દ્વારા જિલ્લા પુરવઠા વિભાગને જાણ કરવામાં આવી હતી, જેના આધારે પુરવઠા વિભાગની ટીમે પણ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. શંકાસ્પદ પેટ્રોલિયમ પદાર્થના સેમ્પલ લઈને તપાસ માટે ગાંધીનગર FSL લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. એસ.ઓ.જીના PI ડી.સી.સાકરિયાએ જણાવ્યા મુજબ, દેવલ ટ્રેડર્સના સંચાલકો પેટ્રોલિયમ પેદાશોમાં અન્ય ઈંધણ માટે વપરાતા કેમિકલોનું મિશ્રણ કરીને તેનું વેચાણ સાબરકાંઠા સહિત રાજ્યના અન્ય વિસ્તારોમાં કરી રહ્યા હોવાની શંકા છે. સર્વે નંબર 128ના બ્લોક નંબર 246માં આવેલી આ દુકાનમાંથી મળેલો તમામ શંકાસ્પદ જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. FSL રિપોર્ટ આવ્યા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

સંબંધિત સમાચાર