રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા25 જુલાઈ, 2025| Super Admin

વડગામડા બસ સ્ટેન્ડની ચાર દુકાનોમાં તસ્કરોનો આતંક, ચોરીની ઘટના CCTV કેમેરામાં કેદ

વડગામડા બસ સ્ટેન્ડની ચાર દુકાનોમાં તસ્કરોનો આતંક, ચોરીની ઘટના CCTV કેમેરામાં કેદ

થરાદ તાલુકાના વડગામડા ગામે આવેલ બસ સ્ટેન્ડ નજીક આવેલા દુકાનોમાં મોડી રાત્રે ચોરીની ઘટના બની છે. તસ્કરો એક પછી એક ચાર દુકાનના તાળાં તોડી અંદર ઘૂસ્યા હતા અને રોકડ રકમ સાથે મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. સમગ્ર ઘટનાક્રમ પાસેના CCTV કેમેરામાં કેદ થયો છે. ચોરી થયેલ દુકાનોમાં કરિયાણાની, હાર્ડવેર અને ઓનલાઈન સેવા આપતી દુકાનોનો સમાવેશ થાય છે. દુકાનદાર ખેમજીભાઈ અને વસરામભાઈએ જણાવ્યું હતું કે તસ્કરોએ દુકાનના પતરાં તોડી અંદર પ્રવેશ કર્યો હતો. દુકાનમાં સામાન વિખેરાઇ ગયો હતો અને લોકરમાંથી રોકડ રકમ અને મોબાઈલ ફોનની ચોરી કરી જવામાં આવ્યા હતા. સ્થળ પર પહોંચેલા વડગામડા ગામના ડેપ્યુટી સરપંચ માનસેગભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે દુકાનદારો તરફથી કોલ મળતા તરત ઘટનાસ્થળે પહોંચ્યો હતો. તેઓએ જણાવ્યું કે અંદાજિત રૂ. 70,000 જેટલી મૂલ્યવત્તુ ચીઝોની ચોરી થઇ છે. દુકાનદારો દ્વારા થરાદ પોલીસ મથકે લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે અને તસ્કરોની શોધખોળ શરૂ કરી છે.

સંબંધિત સમાચાર