બનાસકાંઠામાં છ પેઢીના ખાધ પદાર્થોના સેમ્પલ ફેઇલ

નિવાસી અધિક કલેકટર દ્વારા વેપારીઓને રૂ.19 લાખનો દંડ કર્યો : બનાસકાંઠા જિલ્લામા ખાદ્ય ચીજોમાં ભેળસેળ થતી હોવાની બુમરાણ વચ્ચે ફૂડ વિભાગ દ્વારા અગાઉ જુદી જુદી પેઢી તેમજ દુકાનોમાંથી ખાદ્ય પદાર્થોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ સેમ્પલ તંત્રનાં પરીક્ષણમાં સબ સ્ટાન્ડર્ડ થતા આ વેપારીઓ સામે પાલનપુર નિવાસી અધિક કલેકટરની કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં કોર્ટ દ્વારા વેપારીઓને રૂ. 19 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લામા અખાધ અને ભેળસેળ યુક્ત ખાદ્ય પદાર્થોથી લોકોના આરોગ્ય સાથે ચેડા થતા અટકાવવા અને માટે ફૂડ વિભાગ દ્વારા અવાર નવાર વિવિધ દુકાનોમાં ચેકીંગ હાથ ધરીને ખાદ્ય પદાર્થોના સેમ્પલ લેવામાં આવે છે. જેમાં અગાઉ પાલનપુરની ગુરુકૃપા ડેરીમાંથી મીઠા મિલ્ક, પાલનપુરના ન્યુ બસ પોર્ટ પર આવેલ સૌરાષ્ટ્ર ગાંઠિયામાંથી લુઝ ચટણી, ચડોતર પાસેથી મહેસાણાની એ.વી.એસ એન્ટરપ્રાઇઝની ગાડીમાંથી ઠંડા પીણા, થરાદમા ભગવતી રેસ્ટોરસ્ટમાંથી લુઝ મીઠો તેમજ સેકેલો માવો, છાપી હાઇવે પર અબ્દુલ્લા સાકીરભાઇ સાહેલની દુકાનમાંથી ખજૂર કિમિયા અને પાલનપુરમાં સધીમાં ડેરીમાંથી ઠંડા દૂધમાં સેમ્પલ લેવામા આવ્યા હતા.
આ સેમ્પલ લેબોરેટરીમાં ફેઇલ થતા ફૂડ વિભાગ દ્વારા આ વેપારીઓ, ઉત્પાદક પેઢી તેમજ સપ્લાયર સામે પાલનપુરના નિવાસી અધિક કલેકટરની કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં કોર્ટે ખાદ્ય પદાર્થોમાં છેડછાડની ગંભીરતાને લઇ વેપારીઓને રૂ.19 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. જેને લઇ અખાધ ભેળસેળ યુક્ત તેમજ ખાધ પદાર્થોમાં નીતિ નિયમોનું ઉલ્લઘન કરતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
કોને કેટલો દંડ કરાયો
(1) પાલનપુરમાં ગુરુકૃપા ડેરીના કીર્તિકુમાર બાબુલાલ પીરાનીને મીઠા મિલ્કમાં રૂ.1,50 લાખનો દંડ
(2) પાલનપુર ન્યુબસ પોર્ટ પર સૌરાષ્ટ ગાંઠિયાના દેવીસિંહ ગોપાલસિંહને લુઝ ચટણીમાં રૂ.1 લાખનો દંડ
(3) એ.વી.એસ એન્ટરપ્રાઈઝ મહેસાણા સોનમ ઇન્ફોસિડ ફાઇડને ઠંડા પીણામાં રૂ.1 લાખનો દંડ અને ઉત્પાદક પેઢી ડીસામાં કનૈયા પોડર્સના દેવરામભાઈ ચમનલાલ રૂંવાળાને રૂ.2 લાખનો દંડ.
(4) થરાદ ભગવતી રેસ્ટોરન્ટના અજાભાઇ લાલાભાઈ પ્રજાપતિને લુઝ મીઠા માવામાં રૂ.1 લાખ અને લુઝ સેકેલા મીઠા માવામાં રૂ.1 લાખનો દંડ
(5) છાપી હાઇવે પર અબ્દુલ્લા સાકીરભાઈ સાહેલને ખજૂર કિમીયામાં રૂ.1 લાખનો દંડ તેમજ
ઇન્પોર્ટર અને માર્કેટીંગ અબ્દુલરહેમાન ઇસ્માલભાઈ બાવળાને રૂ.8,50 લાખ નો દંડ
(6) પાલનપુરમાં સધીમાં ડેરીના તરુણકુમાર સુંદરભાઈ મોદીને ઠંડા મિલ્કમાં રૂ.1 લાખ તેમજ લુઝ પેકીંગમા રૂ.1 લાખનો દંડ કરવામા આવ્યો છે.
ટેગ્સ:#legal action#Banaskantha District#Fines Imposed#Food Safety#Quality Control#Consumer Protection#Trader Accountability#Adulteration#Food Department#Health Regulations
સંબંધિત સમાચાર
બનાસકાંઠાવડગામના ખેડૂતો સરકાર સામે લાલઘૂમ: મગરવાડામાં કિસાન સંઘ સાથે બેઠક યોજી આંદોલનનું રણશિંગુ ફૂંક્યું
1 દિવસ પહેલા
બનાસકાંઠાહની ટ્રેપનો પર્દાફાશ: આધેડ કોન્ટ્રાક્ટરને ચંડીસર બોલાવી રૂ. 5 લાખ પડાવ્યા, બેની ધરપકડ
1 દિવસ પહેલા
બનાસકાંઠાછાપી વિસ્તારમાં કેબલ ચોરી કરનારા શખ્સો પોલીસના સકંજામાં: મુદ્દામાલ સાથે આરોપીઓની ધરપકડ
1 દિવસ પહેલા
બનાસકાંઠાબનાસકાંઠાના ખેડૂતો માટે 'સુવર્ણ અવસર': ₹67 કરોડના ખર્ચે રાજ્યનો પ્રથમ 'PINS' પ્રોજેક્ટ મંજૂર
1 દિવસ પહેલા
