"સ્વચ્છ ભારત મિશન" અંતર્ગત પ્લાસ્ટિકના પ્રદૂષણને નાબૂદ કરવા અને પર્યાવરણને સ્વચ્છ રાખવાના ઉદ્દેશ્ય સાથે જિલ્લાની ચાર નગરપાલિકાઓ દ્વારા “માય થેલી’ કાર્યક્રમ થકી સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો છે. આ પહેલનો મુખ્ય હેતુ પ્લાસ્ટિકની થેલીઓના ઉપયોગને ઘટાડીને કપડાંની થેલીઓના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે. આ કાર્યક્રમમાં સખી મંડળની બહેનો સ્થળ પર જ શહેરીજનોને તેમનાં જૂના કપડાંમાંથી આકર્ષક થેલીઓ વિનામૂલ્યે બનાવી આપે છે. રાજ્ય સરકાર દ્વારા ‘‘પ્લાસ્ટિક મુક્ત ગુજરાત અભિયાન’’ હેઠળ સૌથી વધુ ચલણમાં રહેલા પ્લાસ્ટીકના બેગ પર પ્રતિબંધ મુકાયો છે. લોકોની સમજદારી સાથે પ્લાસ્ટીકને રોજિંદા જીવનમાંથી સંપૂર્ણ દૂર કરવું ખુબ જરૂરી છે. કારણ કે પ્લાસ્ટિકનો નાશ કરવો ખુબ મુશ્કેલ છે અને તે પર્યાવરણને પણ નુકસાન કરે છે. જિલ્લાની ચાર નગરપાલિકાઓ દ્વારા લોકોને પ્લાસ્ટિક બેગના વ્યસનથી મુક્ત કરવા વેસ્ટમાંથી બેસ્ટ થીમ સાર્થક કરતો નવતર અભિગમ સ્વચ્છ ભારત મિશન શહેરી અને ગુજરાત અર્બન લાઈવલીહૂડ મિશનના સંયુક્ત ઉપક્રમે 'માય થેલી' પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આપણે જાણીએ છીએ કે એક પણ એવું ઘર નહીં હોય કે જેમની પાસે જુના કપડાં ન હોય. તો આવા જુના કપડાં છે, તેનું શું કરવું ? બસ, આ જ વિચારને સદાચારમાં ફેરવી આપે છે 'માય થેલી' પ્રોજેક્ટ. રાજ્ય સરકારના લાઈવલીહુડ મિશન અંતર્ગત ગ્રામીણ વિસ્તારમાં સખી મંડળની બહેનોને તેમનું આર્ટ પ્રદર્શિત કરવા રાજ્ય સરકાર દ્વારા તેઓને પ્રોત્સાહક કામગીરી, ભંડોળ અને વેચાણ માટે મેળાઓનું આયોજન કરી આપવામાં આવે છે. ત્યારે આજ બહેનો તેમની સીવણની સ્કિલ થકી ‘‘પ્લાસ્ટિક મુક્ત ગુજરાત’’ અભિયાનના વાહક બન્યા છે. જિલ્લાની ચાર નગરપાલિકા વિસ્તારની જાહેર જનતાને પ્લાસ્ટિક નાબૂદી ઝુંબેશ અન્વયે 'માય થેલી' ઇવેન્ટમાં નગરપાલિકાના સ્વ સહાય જુથો (સખી મંડળ)ના બહેનો દ્વારા જુના કપડા લઈ તેઓને જુના કપડાંની થેલી વિનામૂલ્યે સ્થળ પર જ બનાવી બનાવવામાં આવે છે.આ પ્રોજેક્ટ અંતર્ગત હિંમતનગર ખાતે ફાયર સેફ્ટી છપરીયા સ્થળે આગામી ઓક્ટોબર માસ સુધી દર ગુરુ અને શુક્રવારે થેલી બનાવી આપવામાં આવશે. હવે માર્કેટમાં જ્યારે મહિલાઓ શોપિંગ કરવા જશે ત્યારે હાથમાં ઘરના સભ્યોના જીન્સના પેન્ટ કે ટૂંકા પડી ગયેલા ડીઝાઇનર કપડાંમાંથી બનેલી ફેશનેબલ થેલી હશે, ગરિમામય શોપિંગની અનુભૂતિ સાથે પ્લાસ્ટિકમુક્ત અભિયાન પણ સફળ બનશે.
પ્લાસ્ટિકને જાકારો આપવા માય થેલી કાર્યક્રમ થકી સ્વસહાય જુથના બહેનો બનશે પ્લાસ્ટિક મુક્ત અભિયાનના વાહકો

ટેગ્સ:#Swachh Bharat Mission#Sakhi Mandal#Self-Help Groups#waste management#Environmental Initiatives#Plastic-Free Campaign#Plastic Pollution#Cleanliness Drive#My Thali Program#Cloth Bags#Plastic-Free Gujarat Campaign#Recycling Old Clothes
સંબંધિત સમાચાર
સાબરકાંઠાસાબરકાંઠા: ફિલ્મી ઢબે પીછો કરી દારૂ ભરેલી કાર ઝડપાઈ, 4 સામે ગુનો દાખલ, એક ઝડપાયો
2 દિવસ પહેલા
સાબરકાંઠાતલોદ-હિંમતનગર હાઈવે પર ગમખ્વાર અકસ્માત: બે યુવકોના મોતથી પંથકમાં અરેરાટી
3 દિવસ પહેલા
સાબરકાંઠાડીએપી ખાતરમાં કમરતોડ ભાવ વધારો : સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોમાં ઉગ્ર રોષ
3 દિવસ પહેલા
સાબરકાંઠાચોરીવાડ દૂધ મંડળીના 50 વર્ષ પૂર્ણ: સાબર ડેરીના ચેરમેનની અધ્યક્ષતામાં ઉજવાયો સુવર્ણ જયંતિ મહોત્સવ
1 અઠવાડિયા પહેલા
