રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા9 ઑક્ટોબર, 2025| Super Admin

ડીસાના ખુશ્બુ શોપિંગ સેન્ટરમાં શોર્ટ સર્કિટના પગલે દોડધામ મચી

ડીસાના ખુશ્બુ શોપિંગ સેન્ટરમાં શોર્ટ સર્કિટના પગલે દોડધામ મચી
​ ડીસા શહેરમાં ગુરુવારે સવારના સુમારે જુની કોર્ટ નજીક આવેલા ખુશ્બુ શોપિંગ સેન્ટરમાં અચાનક શોર્ટ સર્કિટ થતાં દોડધામ મચી ગઈ હતી. શોપિંગ સેન્ટરમાં આવેલી મુરલીધર ફેશન પોઇન્ટ નામની દુકાનના ઉપરના ભાગેથી અચાનક ધુમાડો નીકળવાનું શરૂ થતાં દુકાન અને આસપાસના વિસ્તારમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. ​જો કે, દુકાનના માલિકે સમયસૂચકતા વાપરીને તાત્કાલિક પાલિકાના ફાયર ફાઇટરને જાણ કરી હતી. જાણ થતાં જ ફાયર ફાઇટરની ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી હતી. સદનસીબે, ફાયર ફાઇટર ટીમ પહોંચે તે પહેલાં જ આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું ન હતું અને આગ બુઝાઈ ગઈ હતી. જેના કારણે દુકાનમાં મોટું નુકસાન થતાં અટક્યું હતું અને મોટી જાનહાનિ ટળી હતી. ​સમયસરની કાર્યવાહી અને તકેદારીના કારણે દુકાન માલિકને લાખોના નુકસાનમાંથી બચાવી શકાયા હતા. શોર્ટ સર્કિટના કારણે સર્જાયેલી આ ઘટનાએ શોપિંગ સેન્ટરની અન્ય દુકાનદારોમાં પણ ચિંતાનો માહોલ પેદા કર્યો હતો.    
  • Beta
Beta feature

સંબંધિત સમાચાર