રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા16 નવેમ્બર, 2024| Super Admin

પાલનપુર, મહેસાણા, અમદાવાદ સહિતના શહેરોમાં આંચકા અનુભવાયા

ઉત્તર ગુજરાતમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપ પાટણથી 13 કિમી દૂર સેવાળા ગામમાં એપીસેન્ટર ઉત્તર ગુજરાતમાં ફરી ધરા ધ્રુજી હોવાના અહેવાલ છે. ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. 4.2ની તીવ્રતાનો આંચકો પાટણ, પાલનપુર, મહેસાણા, અમદાવાદ સહિતના શહેરોમાં અનુભવાયા હતા. જેનું પાટણથી 13 કિલોમીટર દૂર ચાણસ્મા તાલુકાના સેવાળા ગામમાં કેન્દ્ર બિંદુ હતું. રાત્રે 10.16 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.   બનાસકાંઠા જિલ્લા ઠંડીની શરૂઆતમાં ભૂકંપના આંચકા બનાસકાંઠા જિલ્લા રાત્રીના સમયે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જિલ્લાના પાલનપુર, કાણોદર, દાંતા, અમીરગઢ, ઈકબાલગઢ સહિતના વિસ્તારમાં ભૂકંપની અસર જોવા મળી હતી. જોકે, અચાનક ભૂકંપના આંચકા અનુભવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. જોકે, ભૂકંપનું એપી સેન્ટર પાટણ નજીક હોવાનું જાણવા મળ્યું હતું. બનાસકાંઠા જિલ્લા હજુ સુધી ક્યાંય નુકસાન થયાની વિગતો જાણવા મળી નથી. પાટણ સહિત ઉત્તર ગુજરાતમાં ભૂકંપનો આંચકો પાટણ સહિત ઉત્તર ગુજરાતમાં રાત્રે 10:16 મિનિટે ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો. રાત્રે ઘરમાં બેઠેલા લોકોને કે બેડમાં સૂતેલા લોકોને ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. પાટણ, હારીજ, સમી, શંખેશ્વર, ચાણસ્મા, સિધ્ધપુર સહિત પંથકમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેથી લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. રિસર્ચ સ્કેલ પર 4.2નો આંચકો હોવાનું આધારભૂત સૂત્રો દ્વારા જણાવાયું છે. અચાનક ધરતી ધ્રૂજવા લાગતા તેમજ ઘરમાં વાસણ સહિતની ચીજવસ્તુઓ ખખડી હતી. જેના કારણે લોકોમાં ડરનો અનુભવ થતાં અનેક લોકો ઘરની બહાર નીકળી ગયા હતા.

સંબંધિત સમાચાર