પવિત્ર શ્રાવણ માસને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ડીસા શહેરમાં ઠેર ઠેર જાહેર માર્ગો ઉપર ખુલ્લેઆમ નોનવેઝની લારીઓ ધમધમી રહી છે. જેના કારણે ડીસાની ધર્મપ્રેમી જનતાની લાગણીઓ દુભાઈ રહી છે. આ લાગણીઓને માન્ય રાખી ડીસા શહેર શિવ સેવા સમિતિ દ્વારા આજરોજ ડીસાના નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ શહેર ભાજપ પ્રમુખ તેમજ શહેર મહામંત્રી શ્રી ને જાહેરમાં ખુલ્લેઆમ નોનવેઝની લારીઓ બંધ કરાવવા માટે આવેદનપત્ર આપ્યું હતું. જેમાં ડીસા શહેર સેવા સમિતિના પ્રમુખ હિતેશ સિંહ રાજપુત, મહામંત્રી જીતુભાઈ પરમાર, અતુલભાઈ દૈયા ,ઉપપ્રમુખ અશ્વિનભાઈ મોદી બાબુભાઈ માળી અંબાલાલ પુરોહિત લખુભાઇ ફુલવાણી સહિત કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
શ્રાવણ માસ દરમિયાન ડીસા શહેરમાં નોનવેઝની લારીઓ બંધ કરાવવા શિવસેવા સમિતિ ડીસા દ્વારા આવેદનપત્ર અપાયું

ટેગ્સ:#Deesa Municipality#Deesa City#religious sentiments#Petition submission#Community Activism#Shiv Seva Samiti#Public Roads#Shravan Month#Non-Way Lorries#City BJP President
સંબંધિત સમાચાર
બનાસકાંઠાશ્રી સર્વોદય લૉ કોલેજ, કાંટ (ડીસા) ખાતે BNSS વિષય ઉપર ગેસ્ટ લેક્ચરનું આયોજન
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા ખાતે સિંચાઈ વિભાગના મદદનીશ અધિક્ષક લાંચ લેતા ઝડપાયા
2 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા કોલેજ સંકુલમાં થેલેસેમિયા સ્ક્રીનીંગ કેમ્પનું આયોજન
2 દિવસ પહેલા
બનાસકાંઠાચેક બાઉન્સમાં કોર્ટનો કડક ચુકાદો: મૂળ રકમ આપ્યા પછી પણ લટકતી રહેશે વળતરની તલવાર !
2 દિવસ પહેલા
