રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા30 જુલાઈ, 2026| Super Admin

ઝેરડા ગામે વરસાદ પડતાં ગટર ઉભરાઈ, રોડના કામમાં બેદરકારીથી ગ્રામજનો ત્રાહીમામ

ઝેરડા ગામે વરસાદ પડતાં ગટર ઉભરાઈ, રોડના કામમાં બેદરકારીથી ગ્રામજનો ત્રાહીમામ

રોડ ઊંચો બનાવાયો, પરંતુ નાના ભૂંગળા નાખતાં વરસાદી અને ગટરના પાણીના નિકાલનો પ્રશ્ન રોજીંદો બન્યો 

ડીસા તાલુકાના ઝેરડા ગામમાં તાજેતરમાં બનાવવામાં આવેલા રોડના કામમાં યોગ્ય આયોજનના અભાવે ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રોડને ઊંચો બનાવવામાં આવ્યો હોવા છતાં વરસાદી પાણી અને ગટરના પાણીના નિકાલ માટે પૂરતી ક્ષમતાવાળા ભૂંગળા ન નાખવામાં આવતાં સામાન્ય વરસાદમાં પણ ગટર ભરાઈ જાય છે અને ગંદુ પાણી રોડ પર ઉભરાઈ આવે છે.

ગામલોકોના જણાવ્યા મુજબ, રોડની બંને બાજુના વિસ્તારોમાં પાણીનો યોગ્ય નિકાલ ન થવાને કારણે ગટરના પાણી ભરાઈ રહે છે. જેના કારણે રાહદારીઓ, વાહન ચાલકો તેમજ આસપાસના રહેવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વરસાદી માહોલમાં તો સ્થિતિ વધુ ગંભીર બની જાય છે અને રોડ પર પાણી ભરાઈ જતાં અકસ્માતનો ભય પણ રહે છે. સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે રોડના નિર્માણ સમયે વરસાદી પાણીના નિકાલ અને ગટર વ્યવસ્થાને ધ્યાનમાં લેવામાં આવી હોત તો આજે આ સમસ્યા સર્જાઈ ન હોત ? હાલ ગામમાં ગટર ઉભરાવાનો પ્રશ્ન રોજીંદો બની ગયો છે. ગામલોકોએ સંબંધિત તંત્રને સ્થળ પર તપાસ કરી યોગ્ય કદના ભૂંગળા નાખી વરસાદી અને ગટરના પાણીના કાયમી નિકાલ માટે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે, જેથી ગ્રામજનોને આ સમસ્યામાંથી કાયમી રાહત મળી શકે.

ટેગ્સ:#Banaskantha

સંબંધિત સમાચાર